મૌલિક ધામેચા/અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં મોડી સાંજે હત્યાનો એક બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ. જમાલપુર જગન્નાથ મંદિર પાસે આવેલા હાથી ખાના નજીક એક યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે મોબાઈલના આધારે મૃતકની ઓળખ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્રશ્યોમાં દેખાતી પોલીસ કારના આ દ્રશ્યો જગન્નાથ મંદિર પાસે આવેલા પરિસરના છે. જગન્નાથ મંદિર નજીક હાથીખાના પાસેથી એક અજાણ્યો યુવક ચાલતા ચાલતા અચાનક મંદિરના ફૂટપાથ પાછળ ઢળી પડ્યો અને આ બનાવ અંગેની પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરવામાં આવી. 


જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકની ઓળખ કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા. યુવક પાસેથી મળી આવેલા મોબાઈલ થી આ યુવક મહેસાણાના મલાપુરા નો ભરત પરમાર હોવાનું સામે આવ્યું હતું. જોકે મૃતદેહ ની ઓળખ કરવા માટે પોલીસે તાત્કાલિક પરિવારજનોને પણ ઘટના સ્થળે બોલાવ્યા હતા


પોલીસે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે મૃતક ભરત પરમારના શરીરના ભાગે તીક્ષ્રા હથિયારના ઘા પણ મળી આવ્યા હતા. જેને પગલે તેની હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે. જેના આધારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. 


જોકે પરિવારજનોનું કહેવું છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી ભરત ઘરે નહોતો આવતો અને કામ ધંધા અર્થે અમદાવાદ ગયો હોવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. ત્યારે પોલીસે ભરત પરમારની હત્યા કોણે કરી અને તેનો હત્યા પાછળનો ઇરાદો શું હતું? તે અંગે તપાસ કરવા મૃતકના ભાઈની ફરિયાદ નહોતી વધુ તપાસ હાથ ધરી હતી.