આશ્કા જાની/અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે ધામધૂમથી નીકળવાની છે, ત્યારે રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધીઓ પૂર્ણ કરીને પાછી ફરી છે. ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે નિજ મંદિર ગૂંજી ઉઠ્યું છે. ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો છે. જળાભિષેક બાદ શોડોષચાર પૂજન કરવામાં આવ્યું હતું અને પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કર્યો. અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષમાં માત્ર એક જ દિવસ ભગવાન ગજવેશ ધારણ કરે છે. ભગવાનના ગજવેશમાં દર્શન કરી ભક્તો ખુશખુશાલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે જમાલપુર મંદિરથી જળયાત્રા નીકળી છે. મંદિર પરિસરમાં 108 કળશ શણગારીને લઈ જવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ વર્ષે ધ્વજાપતાકા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે સાથે 18 ગજરાજ પણ જળયાત્રામાં જોડાયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube