ગૌરવ પટેલ/અમદાવાદ: શહેરના જમાલપુર ખાડીયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર શુક્રવારે રાત્રે હુમલો થયો ઇમરાન ખેડાવાલા રાત્રે ૧૧.૧૫ કલાકે નાડિયાવાડ નગીના મસ્જિદ સામે હારુન પાન-પાલરની બાજુમાં ફારુક રોલવાલા તથા તેના સાથીઓ દ્ધારા ગાળા-ગાળી કરી હુમલો કરવામાં આવ્યો જે ધારાસભ્યએ કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય સાબીત કાબલી વાલા પર શંકાની સોય તાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં શુક્રવારની રાત્રીએ હોબાળો મચ્યો હતો. જ્યારે જમાલપુરના કોગ્રેસના ધારસભ્ય પર હુમલો થયો પોતાના નિત્યકર્મ પ્રમાણે ઇમરાન ખેડાવાલા શુક્રવારે રાત્રે નગીના વાડ નગીના મસ્જિદ ખાતે બેઠેલા હતા. ત્યારે આ હુમલો થયો જેની ફરીયાદ ગાયકવાડ પોલીસ મથકે નોધાવામાં આવી પોલીસના કહેવા પ્રમાણે ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉનો અણબનાવ ચાલ્યો આવે છે.


લોકસભા ચૂંટણી 2019: મોદી વિશ્વ ઉમિયા ધામમાં આવીને પાટીદાર વોટબેંક કબ્જે કરશે


થોડા દિવસ પહેલાં આરોપી અને ફરિયાદી વચ્ચે થયેલી અભદ્ર ભાષાની વાતચીતનો ઓડીયો પણ વાઇરલ થઇ હતી. જેને અનુસંધાને હુમલો થયાનો ફરિયાદીનો દાવો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના કહેલા પ્રમાણે ફારૂક રોલવાલા અને તેના સાથી દારાએ પાછળથી તેમના પર હુમલો કરી ગડદા પાટુનો માર માર્યો હતો. 


સુરતની સાડીમાં વિંગ કમાન્ડર ‘અભિનંદન’ વર્ધમાનના શૌર્યનું થયું પ્રિન્ટીંગ


ફારૂક સોસીયલ મિડિયા પર અવાર નવાર તેમની વિરૂધ્ધ કોમેન્ટ પોસ્ટ કરતો હોઇ તેમની સાથે સંબધ વણસ્યા હતા અને ગાળા ગાળી થઇ હતી. જેને લઇને હુમલો કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આરોપી કોગ્રેસના પુર્વ ધારાસભ્ય સાબીર કાબલી વાલના સમર્થક છે. અને રાજકીય રીતે તેમને પછાડવા હુમલો કર્યો છે.


બાળકીએ સોફા પર જ્યા પેશાબ કરી હતી, ત્યાં જ મોઢુ દબાવીને પાલક માતાએ મારી નાખી


ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાની પર થયેલ હુમલાને લઇને ગાયકવાડ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. અને તેમની વિરૂધ્ધ સોસીયલ મીડિયામાં આરોપી દ્વારા કરવમા આવેલી ટીપ્પણીને લઇને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.