• ગત મહિને પણ મેટ્રો કામગીરીને કારણે જીવરાજ પાર્ક બ્રિજ બંધ રાખવામા આવ્યો હતો

  • લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે જીવરાજ પાર્ક ફ્લાયઓવર (Jivraj Park bridge) ફરીથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી આ બ્રિજ તમામ વાહનવ્યવહાર માટે રાખવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજ બંધ રાખવાનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ મેટ્રોની કામગીરી માટ બ્રિજ ત્રણ દિવસ બંધ કરાયો હતો. જેના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતી હોવાનું ગૌરવ લો છો, તો વિદેશ ફરતા પહેલા આ ચાર હેરિટેજ સાઈટની અચૂક મુલાકાત લો 


ગત મહિને પણ બંધ રખાયો હતો બ્રિજ 
અમદાવાદ (Ahmedabad) માં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક ( jivraj park ) ફ્લાયઓવર આજથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા જીવરાજ પાર્ક ફ્લાયઓવર બંધ થતા જ વાહન ચાલકોને મોટી સમસ્યા સર્જાઈ છે. ગત જુલાઈ મહિને બ્રિજ બંધ રાખવાથી જીવરાજ પાર્ક ચાર રસ્તાથી વેજલપુર તરફના સમગ્ર માર્ગ પર સવારથી ટ્રાફિક જામ (traffic jam) સર્જાયો હતો. 


આ પણ વાંચો : જામનગરના ખેડૂતે એવી ખેતી પર નસીબ અજમાવ્યું, જે ખર્ચા વગર આપે છે સીધો 3.25 લાખનો નફો


વાહનચાલકો આ રસ્તેથી જઈ શકે છે
મેટ્રો રેલ ( Metro rail)નું કામ ચાલવાનું હોઈ અમદાવાદીઓ આાગામી 7 દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે. ટ્રાફિક (traffic) વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર 1 ઓગસ્ટથી 7 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. ત્યારે આ ફ્લાયઓવર બંધ કરતા તમામ ટ્રાફિક વેજલપુર તરફ ડાયવર્ટ થયો છે. વેજલપુર રોડ - બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા - વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ - ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા - ધરણીધર ચાર રસ્તા - સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી વાહનચાલકો પહોંચાડશે.  


આ પણ વાંચો : અમદાવાદીઓનું કશુ બગાડી નહિ શકે કોરોના, 81% લોકોમાં આવી ગઈ હર્ડ ઈમ્યુનિટી