અમદાવાદ: મણિનગર ખાતે આવેલા કાંકારિયા તળાવમાં રાઇડ તૂટી પડવાને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે રાઇટમાં સવાર 32 લોકોમાંથી 25 કરતા પણ વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 5 લોકોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અને ઘાયલોને સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારનો દિવસ હોવાથી કાંકરિયા બાલવાટિકામાં મોટી સંખ્યામાં લોકો રવિવારની મઝા માણવા માટે આવ્યા હતા. ત્યારે આચાનક બાલવાટિકામાં આવેલી ડિસ્કવરી રાઇડમાં 32 જેટલા લોકો સવાર હતા. અચાનક ટેકનિકલ ખામી આવતા રાઇડ તૂટી પડતા તેમાં સવાર ત્રણ બાળકોના ઘટના સ્થળે મોત થયા હતા. ત્યારે 6 જેટલા લોકોની હાલત ગંભીર છે.



મળતી માહિતી અનુસાર આ રાઇડ આમ્રમાલી એજન્સી દ્વારા ચલાવામાં આવી રહી હતી. તમામ ઇજાગ્રસ્તોને એલ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા મ્યુનસિપલ કમિશનર અને સ્થાનિક પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. મહત્વનું છે, કે રીવરફ્રન્ટ પર આવેલી રાઇડમાં પણ ખામી સર્જાઇ હતી જેમાં 40 જેટલા બાળકો ફસાયા હતા. અને તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હોસ્પિટલમાં દર્દીઓને મળવા માટે પહોંચ્યા હતા. જ્યારે પોલીસે સંચાલકોની અટકાયત કરી છે.


મહત્વનું છે, કે રાઇટ તૂટી પડતા તમામને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા તમામ ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ આ ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે રાઇડ તૂટવાના કારણે મૃતકોના પરિવારજનો દ્વારા આક્રંદ કરવામાં આવી રહ્યો છે. એલ.જી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાં 6 વ્યક્તિઓની હાલત ગંભીર છે. જ્યારે 2 લોકોના મોત થયા છે. જેમના નામ મનાલી વિપુલભાઇ મારાવાડી તથા મોહમ્મદ ઝાયેદનું મોત થયું છે.


જુઓ LIVE TV: