Ahmedabad News સપના શર્મા/અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના મોત કાંડમાં પોલીસે આરોપી ડૉક્ટર પ્રશાંત વઝીરાણીના 7 દિવસના રિમાન્ડ મેળવીને તપાસના ધમધમાટ ચલાવ્યો છે. ત્યારે પોલીસથી પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા છે. સાથે જ ધરપકડ કરાયેલા આરોપી ડૉક્ટર પ્રશાંત વઝીરાણીએ પોલીસ સમક્ષ કબૂલ કર્યુ છે કે તેને એક દર્દીના એન્જિયોગ્રાફી માટે 800 રૂપિયા અને એન્જિયોપ્લાસ્ટી માટે 15 હજાર રૂપિયા મળતા.. આરોપી ડૉક્ટર રેગ્યુલર ઓપરેશનો કરતો હોવાથી પોલીસ હવે આરોપી ડૉક્ટરની ડીગ્રીની પણ તપાસ કરશે. તો સાથે જ ડૉ.પ્રશાંત વઝીરાણી સિવાયના બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પણ પોલીસે વિવિધ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી દીધી છે. તો DGP વિકાસ સહાયે પણ ગતરાત્રે આખા કેસ મામલે ઝોન-1ના ડીસીપી પાસેથી વિગતો મેળવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોના જીવ સાથે રમત રમનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન માત્ર 19 દર્દીઓ, પરંતુ ઘણા લોકોને કડવો અનુભવ થયો છે. આવો જ એક અનુભવ ઘાટલોડીયાના પ્રજાપતિ પરિવારને પણ થયો. જે ઓપરેશનની જરૂર પણ ન હતી તે ઓપરેશન કરાવવા પ્રજાપતિ પરિવારને દબાણ કર્યું હતું.


ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહી


અમદાવાદના હંસાબેન પ્રજાપતિ પડી જતા તેમને બેક પ્રોબ્લેમ શરૂ થઈ. હંસાબેનની સારવાર માટે તેમને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને કરોડરજ્જુમાં ક્રેક પડવાના કારણે ઓપરેશન કરવાનું ડોક્ટરે કહ્યું. ઓપરેશનનો ખર્ચ PM-JAY કાર્ડથી થવાના કારણે પરિવાર ઉપર આર્થિક બોજો પડવાની સમસ્યા ન હતી. તેથી તેમણે કોઈ બીજી હોસ્પિટલમાં લઈ જવાનો વિચાર પણ ન કર્યો. હોસ્પિટલે સારવારના ત્રણથી ચાર લાખ રૂપિયા સુધીનો ખર્ચ પરિવારને કહ્યો હતો. 


પાટીદારો દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન! વર-કન્યા માટે 18.60 કરોડનો વીમો ઉતારાયો