• પરિવારને જાણ કર્યા વગર જ ઢગલો દર્દીઓના કરી નાંખ્યા હતા બોગસ ઓપરેશન

  • ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનો મામલે સરકાર એકશનમાં

  • રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મહારાષ્ટ્રનો ચુંટણી પ્રવાસ ટુંકાવી પરત

  • આરોગ્ય મંત્રીએ બોલાવી ઉચ્ચ અધિકારીઓની બેઠક

  • પીએમજેવાય ના દુરપયોગ સામે સમીક્ષા બેઠક

  • આરોગ્ય વિભાગ ના અગ્ર સચિવ ધનંજય દ્વીવેદી પોહોંચ્યા સ્વર્ણિમ સંકુલ ૧

  • ધનંજય દ્વીવેદીએ ખ્યાતિ હોસ્પિટલ મામલે કંઈ પણ બોલવાનો કર્યો ઈન્કાર

  • ખ્યાતિ હોસ્પિટલ માં બે દર્દીઓ ના મૃત્યુ મામલે કંઈ પણ બોલવાનો કર્યો ઈન્કાર


ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી સહાયના નામે બોગસ ઓપરેશનો કરીને કરોડોની કમાણી કરવાનું મસમોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ન માત્ર ગુજરાત બલ્કે દેશભરમાં હાલ આ મામલો ચર્ચાનો વિષય બની રહ્યો છે. PMJY નો દુરોપયોગ કરીને દર્દીઓના ખોટા ઓપરેશનો કરીને સરકાર પાસેથી સહાય પેઠે ખોટી રીતે પૈસા પડાવી લેવાના કૌભાંડથી આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે. આ મામલાને ગંભીરતાથી લઈને સરકાર તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખ્યાતિ હોસ્પિટલ ની બેદરકારી ભર્યા હત્યાકાંડ અંગે આરોગ્ય મંત્રી નું નિવેદન:


  • ખ્યાતી હોસ્પિટલ ના ઘટનાક્રમ ખુબ જ દુઃખદ છે

  • ખ્યાતિ હોસ્પિટલ ઘટના ક્રમ અંગે આરોગ્ય વિભાગની બેઠક બોલાવી છે

  • ડોકટરોની ટિમ નો રિપોર્ટ અને પીએમ રિપોર્ટ પર ચર્ચા થશે

  • કડક મા કડક પગલાંઓ લેવામાં આવશે

  • પ્રથમ દ્રસ્ટીએ ગંભીર બેદરકારી માલુમ પડે છે

  • ભવિષ્યમાં પ્લાન્ટ ઓપરેશન ની મંજૂરી માટે  SOP પણ તૈયાર કરવામાં આવશે.


ખ્યાતિ હોસ્પિટલના બોગસ ઓપરેશનોના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને પરત ફરી કેસની તપાસ અર્થે ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગ ના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવશે. 


  • ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતનો મામલો 

  • દર્દીઓના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા 

  • પોસ્ટમોર્ટમ બાદ ડેડબોડી પરિવારને સોંપવામાં આવી 

  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થઇ શકે છે કાર્યવાહી 


પીએમજેવાય ના દુરપયોગ સામે સમીક્ષા બેઠક કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા બાયપાસ સર્જરી ની તપાસ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. હોસ્પિટલ ના સંચાલકો અને હોસ્પિટલ ના તબીબો સામે દાખલરૂપ સજા પર પણ ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠક માં આરોગ્ય વિભાગ ના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર તેમજ પીએમજેવાય ના અધિકારીઓ હાજરી આપશે.


ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનું મોટુ નિવેદન:


દર્દીના સબંધીઓની મંજૂરીના પૂરતા પુરાવાઓ અમારી જોડે છે 
આજે કન્સલ્ટના પુરાવા અમે સરકારમાં રજુ કરીશું 
અત્યાર સુધી અમે સરકારની તપાસમાં અમે સહયોગ આપી રહ્યા છીએ 
હોસ્પિટલ અત્યારે કાર્યરત છે 
અત્યાર સુધી કઈ કઈ જગ્યાઓએ હેલ્થ કેમ્પ થયા તેની માહિતી મારી પાસે નથી 
મીડિયા સામે CEO ની અકડામણ આવી સામે 
કાલથી મીડિયાના સહયોગના કારણે હોસ્પિટલમાં કોઈ નથી આવ્યું - ચિરાગ રાજપૂત 


ગુજરાત મેડિકલ કાઉન્સિલ ની ખ્યાતિ હોસ્પિટલને નોટિસ -
સારવારના તમામ કાગડો, દસ્તાવેજો, રિપોર્ટ તથા, અન્ય પુરાવાઓ સાત દિવસમાં મોકલી આપવા નોટિસ 
હોસ્પિટલની નોંધણી, રજીસ્ટ્રેશન ડિડ, માલિકનું નામ, સી ફોર્મ, ડોક્ટરોના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ની નકલ રજુ કરવા સૂચના 
કાઉન્સિલે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી, સંજય પટોલિયા, કાર્તિક પટેલ,  રાજ શ્રી કોઠારી અને, સીઈઓ ચિરાગ રાજપુતને ફટકારી નોટિસ


 


ખ્યાતિ હોસ્પિટલના હત્યાકાંડ માટે બોલાવાયેલ આરોગ્ય વિભાગની બેઠક મામલો:


ખ્યાતિ હોસ્પિટલની તપાસ કરનારા પોલીસ અધિકારીઓને બોલાવવામાં આવ્યા.


ઝોન 1 ના DCP અને 
વસ્ત્રાપુર PI ને બોલાવબમાં આવ્યા.


DCP હિમાંશુ વર્મા, PI એલ એલ ચાવડા આરોગ્ય વિભાગની મિટિંગ મા પહોંચ્યા.


આરોગ્ય વિભાગ ની બેઠકમાં પોલીસ તપાસ ના રિપોર્ટ અંગે પણ ચર્ચા થશે



અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મલ્ટીસ્કેમ હોસ્પિટલ:


6 મહિનામાં ખ્યાતિ હોસ્પોટલે PMJY અંતર્ગત 3.66 કરોડ ખંખેર્યાં


6 મહિનામાં મોટાભાગની તમામ હાર્ટ સર્જરી કરવામાં આવી


380 એન્જિયોગ્રાફી,220 એન્જિઓપ્લાસ્ટી,36 બાયપાસ સર્જરી કરવામાં આવી


છેલ્લા 6 મહિનામાં 650 કેસ માથી 605 કેસ કાર્ડિયોલોજીના 


હોસ્પિટલ દ્વારા PMJY ના પૈસા પડાવી કાળા કરતૂત કરવામાં આવ્યા


6 મહિનામાં કરવામાં આવેલ 650 સર્જરી પર નજર કરીયે તો 


ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રામ    
220 કેસ 24,978,836 રૂ


કોરોનરી બાયપાસ સર્જરી 36    કેસ 66,12,540 રૂ


કોરોનરી એન્જિયોગ્રાફી    380    કેસ 16,82,640 રૂ


AICD (ડબલ ચેમ્બર)    2    કેસ 9,06,400 રૂ


ડબલ વાલ્વ પ્રોસિજર    2 કેસ 6,27,695 રૂ 


મિટ્રલ વાલ્વ    2    કેસ 6,18,780 રૂ


ઓર્ટિક વાલ્વ    1    કેસ 3,49,390 રૂ


ટ્રિપલ વાલ્વ પ્રોસીજર    1    કેસ 2,85,180 રૂ 


ઓર્ટો બાયપાસ    1 કેસ 2,65,145 કેસ


કાયમી પેસમેકર (ડબલ ચેમ્બર)    1 કેસ 1,33,630 રૂ 


ઓર્ટો ઈલિયાક બાયપાસ    1    કેસ 1,32,570 રૂ


PDA ક્લોઝર વાયા થોરાકોટોમી    1 કેસ 86,240 રૂ


કોરોનરી એન્જિયોગ્રાફી    1 કેસ 4,428 રૂ


ચેક એન્જિયોગ્રાફી    1 કેસ 3,669 રૂ 


PMJY અંતર્ગત કુલ 650 કેસ ના ખ્યાતિ હોસ્પોટલને 3 કરોડ 66 લાખ 87 હજાર 143 રૂ પડાવ્યા