ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં નવજાત બાળકો તરછોડવાની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં બાળકને તરછોડાયેલી ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી, ત્યાં અમદાવાદમાં ફરી બાળક મૂકી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાકાળી માતાના મંદિર પાસે એક બાળકીને તરછોડી દીધાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં AMTS બસ સ્ટેન્ડની નીચે અજાણ્યા લોકો બાળકીને મૂકી ફરાર થઈ ગયું હતું. આ ઘટના સંદર્ભે કોઈએ બાળકીનો અવાજ સાંભળતા કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી પાયલ રાજપૂત ફરી ચર્ચામાં...


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ AMTS બસ સ્ટેન્ડની નીચે અજાણ્યા શખસો નવજાત બાળકીને મૂકી ફરાર થઈ ગયા હતા, ત્યારબાદ બાળકી રડી રહી હતી ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ તેનો અવાજ સાંભળ્યો હતો. આ વ્યક્તિએ તાત્કાલિક તપાસ કરતા એક બાળકી કપડામાં લપેટાયેલી હાલતમાં પડી હતી. ત્યારબાદ તે વ્યક્તિએ પોલીસને ફોન કર્યો હતો, ત્યારબાદ 108ની ટીમ અને પોલીસ પહોંચી હતી. બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી. જ્યારે બાળકીને કોણ મૂકી ગયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


અત્રે નોંધનીય છે કે થોડાંક દિવસ પહેલાં ગાંધીનગરમાં આડાસંબંધની આડમાં બાળકને તરછોડી દેવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આજે નવા વર્ષના પહેલા દિવસે અમદાવાદમાં ફરી આવી જ ઘટના પ્રકાશમાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube