ભાડેથી કેમેરા આપતા હોય તો ચેતજો, ગઠિયાઓ કેમેરા ભાડે લઈ બારોબાર વેચી નાખ્યા
હાલ તો અલગ અલગ કૅમેરાઓ, લેન્સ , સ્ટેન્ડ , લાઈટો સહિત 14 ગુનાઓનો ભેદ ઉકેલી 15 લાખથી વધુનો મુદ્દામાલ જ કબજે કર્યો છે જોકે કેટલીક જગ્યાએથી કેમેરા ભાડે લેનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ન હોવાથી હવે અન્ય જગ્યાએ પણ ફરિયાદ નોંધવાની તજવીજ પોલીસે શરૂ કરી છે.
મૌલિક ધામેચા /અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગર પોલીસે ૩ એવા શખ્સોની ધરપકડ કરી છે. જેમણે રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી કેમેરા ભાડેથી લઈ બારોબાર સસ્તા ભાવે વેચી નાખી છેતરપિંડી આચરતા. પકડાયેલા આરોપી પૂરર શાહ, હિતેશ રાવળ અને મનોજ પરમાર છેલ્લા ઘણા સમયથી આજ મોડેસ ઓપરેન્ડીથી કૅમેરા ભાડે લેવા સંપર્ક કરતા અને ત્યારબાદ કેમેરો લઇ જઈ બારોબાર સસ્તા ભાવે વેચી દેતા હતા.
બનાવ અંગેની વાત કરીએ તો નિકોલમાં દુકાન ધરાવી પરેશ ઉર્ફે પાર્થ શાહ કેમેરા ભાડે આપવાનો બિઝનેસ કરતા હતા અને પરેશભાઈ વેપારીનો સંપર્ક કરી પ્રી-વેડિંગ શૂટ માટે કેમેરો ભાડેથી માંગ્યો હતો. જો કે ફરિયાદી આ કેમેરો લઇ અને કારમાં મુકતા જ ભાડે લેવા આવનાર શખ્સો ત્યાંથી કેમેરો ફ્લેશલાઇટ, મેમરી કાર્ડ સહિત પાંચ લાખથી વધુનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે આ અંગે ફરિયાદી તેમનો સંપર્ક કરતા મોબાઈલ બંધ કરી દીધો હતો. અને પોતાને સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
જેને પગલે કૃષ્ણનગર પોલીસે ટેકનિકલ આધારે કેમેરો લઇ જનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે એવી હકીકત સામે આવી કે પકડાયેલા ત્રણેય આરોપીઓ પુરવ શાહ, હિતેશ રાવળ અને મનોજ પરમાર છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની કેમેરો ભાડે લેવાની મોડેસ ઓપરેન્ડીથી કેમેરા અને લેન્સ સહિતની વસ્તુ ભાડે લેતા કેટલીક વખત વેચવામાં બહાને કેમેરા લઈ જતા અને બારોબાર વેચી દેતા હતા.
જેને પગલે આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ તેમના વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલી છે ત્યારે હાલ તો અલગ અલગ કૅમેરાઓ, લેન્સ , સ્ટેન્ડ , લાઈટો સહિત 14 ગુનાઓનો ભેદ ઉકેલી 15 લાખથી વધુનો મુદ્દામાલ જ કબજે કર્યો છે જોકે કેટલીક જગ્યાએથી કેમેરા ભાડે લેનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ન હોવાથી હવે અન્ય જગ્યાએ પણ ફરિયાદ નોંધવાની તજવીજ પોલીસે શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube