• કુબેરનગરમાં 10 માં રાઉન્ડમાં મત ગણવામાં આવ્યા ન હતા. જેથી તે મતની ગણતરી કરી ભાજપના ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા

  • કોર્પોરેશનમાં ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા 160 થઈ છે જ્યારે કોંગ્રેસની 24, AIMIM 7 અને અપક્ષની 1 બેઠક છે


બ્રિજેશ દોશી/અમદાવાદ :અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને વધુ એક બેઠક મળી છે. કુબેરનગરની એક બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેત જાહેર કરવામાં આવ્યા છે. કુબેરનગરમાં મતગણતરીમાં ભૂલ થતા ગીતાબા ચાવડાની હાર બતાવાઈ હતી. પરંતુ ભાજપે રજૂઆત કરતા ચૂંટણી કમિશનરે તપાસ કરી હતી. જેમાં કુબેરનગરમાં 10 માં રાઉન્ડમાં મત ગણવામાં આવ્યા ન હતા. જેથી તે મતની ગણતરી કરી ભાજપના ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસના જગદીશ મોહનાની હાર થઈ છે. આમ, અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપને કુલ 160 બેઠકો મળી છે. તો જગદીશ મોહનાની હાર થતા કુબેરનગમાં કોંગ્રેસની પેનલ તૂટી છે.


આ પણ વાંચો : આજે સુરતમાં રોડ શો યોજીને કેજરીવાલ ગુજરાતના મતદારોનો આભાર માનશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કુબેરનગર વોર્ડની મતગણતરીમાં 10 માં રાઉન્ડની ગણતરી બાકી રહી હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે ચૂંટણી પંચે તપાસ કરી હતી. 10 મા રાઉન્ડમાં ભૂલ હોવાનું બહાર આવતા ગીતાબા ચાવડાને મોડી રાત્રે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જ તેઓને કાઉન્સિલર તરીકેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. આમ, અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપને વધુ એક બેઠક મળી છે. કુબેર નગરમાં એક બેઠક ભાજપને ફાળે ગઈ છે. આ સાથે જ ભાજપની કુલ બેઠકો 160 થઈ છે. 


તો પોતાની જીત વિશે ગીતાબા ચાવડાએ કહ્યું કે, મારી સાથે પહેલા અન્યાય થયો હતો. જેના બાદ મેં ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ત્યારે આજે ચૂંટણી પંચે મને યોગ્ય ઉમેદવાર જાહેર કર્યાં છે. પરિણામમાં પહેલા મારી હાર બતાવતા મને બહુ જ દુખ થયું હતું. મારી આંખમાંથી આસું સરી પડ્યા હતા. ત્યારે હવે મને જીતનો આનંદ છે. હવે અમે કુબેરનગરમાં સારું કામ કરીશું. કુબેરનગર જનતાનો હુ આભાર માનું છું. 


આ પણ વાંચો : ‘સોરી મુજે માફ કર દેના...’ લખીને બિહારની વિદ્યાર્થીનીએ વડોદરાની હોટલમાં આત્મહત્યા કરી 


ભાજપની 160 બેઠકો થઈ
કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ વિજેતા જાહેર કરવામા આવી હતી. જોકે, હવે પરિણામ બદલાયું છે. કોંગ્રેસની પેનલના વિજેતા ઉમેદવાર જગદીશ મોહનાનીને જીતમાંથી હારેલા જાહેર કરવામાં આવ્યા છે. આમ હવે કોર્પોરેશનમાં ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા 160 થઈ છે જ્યારે કોંગ્રેસની 24, AIMIM 7 અને અપક્ષની 1 બેઠક છે.