અમદાવાદ: શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. શહેરના એસ.જી હાઇવે, નરોડા, સરસપુર, જમાલપુર, વાડજ, રાણીપ, બાપુનગર, વિરાટનગર સહિત સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદી આગમન થયુ હતું. છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં વરસાદ ન પડતા વાતાવરણમાં બફારો ફેલાયો હતો. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના વિસ્તારોમાં ક્યાં કેટલો વરસાદ 


  • પુર્વ ઝોનમાં 2 ઇંચ

  • પશ્વિમ ઝોનમાં 1 ઇંચ

  • ઉત્તર-પશ્વિમ ઝોનમાં 10 મીમી

  • દક્ષીણ-પશ્વિમમાં 1 ઇંચ

  • ઉત્તર-ઝોનમાં 11 મીમી


પાકિસ્તાનના સિંધમાં પડેલા વરસાદથી ‘કચ્છનું સફેદ રણ પણ સમુદ્ધમાં ફેરવાયુ’


ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. આ ઉપરાંત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કરાણે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને 15 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.


જુઓ LIVE TV :