થઈ જજો સાવધાન: આ પ્રકારની પણ ગેંગ થઈ છે સક્રિય, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં ચોરી લૂંટના બનાવ આમ બન્યા છે. પરંતુ લૂંટ માટે નવો જ કીમિયો અપનાવનાર લૂંટારુઓને ઝડપી અમદાવાદ ગ્રામ્ય પોલીસે અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જે ગેંગ નેશનલ અને સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને લૂંટ કરતા હતા. લૂંટ કરતી ડફેર ગેંગના 4 આરોપીઓની શું હતી મોડેસ ઓપરેન્ડી આવો જોઇએ આ અહેવાલમાં...
મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાતમાં ચોરી લૂંટના બનાવ આમ બન્યા છે. પરંતુ લૂંટ માટે નવો જ કીમિયો અપનાવનાર લૂંટારુઓને ઝડપી અમદાવાદ ગ્રામ્ય પોલીસે અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જે ગેંગ નેશનલ અને સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને લૂંટ કરતા હતા. લૂંટ કરતી ડફેર ગેંગના 4 આરોપીઓની શું હતી મોડેસ ઓપરેન્ડી આવો જોઇએ આ અહેવાલમાં...
આ પણ વાંચો:- વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, રાજ્યની એન્જિનિયરીંગ કોલેજોમાં આ નવા 7 કોર્સની મળી મંજૂરી
ચોરી અને લૂંટના બનાવો શહેરમાં દિવસેને દિવસે વધી રહ્યાં છે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. પણ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે પર બનતા લૂંટના બનાવે સૌ કોઇને ચોંકાવી દીધા છે. અમદાવાદની ગ્રામ્ય પોલીસે ડફેર ગેંગના એવા સાગરીતોને ઝડપી પાડ્યા છે જે સ્ત્રીનો વેશ ધારણ કરી લૂંટ કરતા હતા. ખાસ કરી હાઇવે પર ટ્રકમાં કે અન્ય વાહનોમાં જતા લોકોને નિશાન બનાવતા હતા.
આ પણ વાંચો:- કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થશે
એટલું જ નહીં આ ગેંગ લૂંટ કરતા સમયે કોઇપણની હત્યા કરી નાખતા ખચકાતી નહોતી. એટલી ખતરનાક ગેંગને ગ્રામ્ય LCB અને SOGની સુંયક્ત ટીમે બાતમીના આધારે પકડી સંખ્યાબંધ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ ચારેય આરોપીઓ ડફેર ગેંગના આમદ સિંધી, અલારખા, ભૂરો ડફેર અને ગનિ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટ કરતા હતા.
બાઇક લઇને સ્ટેટ અને નેશનલ હાઇવે પર પહોંચી જતા અને ટ્રેક ડ્રાઇવરને આકર્ષવા માટે એક આરોપી સ્ત્રીનો વેશ ધારણ કરીને તેમને ટોર્ચ બતાવતો હતો. જ્યારે ડ્રાઇવર નીચે ઉતરે ત્યારે તેને રોડની સાઈડમાં લઇ જઈ હાથ પર બાંધી માર મારીને રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લૂંટી અન્ય જગ્યાએ ફરાર થઈ જતા હતા.
આ પણ વાંચો:- અમદાવાદ : મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંત કોરોનાથી સંક્રમિત
આરોપી આમદ સિંધી, અલારખા ડફેર, ભૂરો ડફેર, ગની ડફેર વિરૂદ્ધ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયા છે. જેમાં તેઓ વોન્ટેડ પણ હતા. જો કે, આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદના લેથલ ગામથી બાતમીના આધારે ઝડપી પાડી 3 જામગરી બંદૂક, 4 છરી અને ગુનામાં ઉપયોગમાં લેવાતા બાઇક જપ્ત કર્યા છે.
ફિલ્મ સ્ટાઇલમાં લૂંટ કરતી આ ટોળકી એક નહીં પણ અનેક લૂંટ, ધાડ અને હત્યાઓના ગુનામાં સંડોવાયેલ છે. ત્યારે આરોપીની પૂછપરછમાં છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારની પ્રવૃતિ કરતા અને કેટલી લૂંટને અંજામ આપ્યો તે તપાસ બાદ સામે આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube