અમદાવાદ :અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર બિલ્ડીંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું. આજે સવારે 9.30 વાગ્યે દુર્ઘટના બની હતી. જોકે બિલ્ડીંગના માલિકોએ ફાયર વિભાગ, પોલીસને જાણકારી આપી ન હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે. જ્યારે એક શ્રમિક હજુ પણ ઈજાગ્રસ્ત છે. મીડિયા મારફતે ફાયર વિભાગ અને પોલીસને જાણકારી મળી હતી. 3 કલાક વિત્યા બાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ગુનો દાખલ કરશે 
લિફ્ટ પડવાની દુર્ઘટનામાં પોલીસ 7 મજૂરોના મોત મામલે ગુનો દાખલ કરશે. બી ડિવીઝનના એલબી ઝાલાએ કહ્યું કે, દુર્ઘટના સવારે 9.30 કલાકે બની હતી. 10.30 વાગ્યા સુધી પોલીસને આ ઘટના વિશે જાણ થઇ ગઇ હતી. હોસ્પિટલ તરફથી પોલીસને ઘટના વિશે જાણકારી મળી હતી. હાલ એફએસએલની ટીમ સાથે મળીને તપાસ ચાલી રહી છે. એડોર ગ્રૂપના બિલ્ડર વિશાલ શાહ અને તેના પાર્ટનરની સ્કીમ હતી. સાઈટ પરથી પાળો તૂટી જતાં દુર્ઘટના થઈ હતી. 


આ પણ વાંચો : અમદાવાદમાં મોટી દુર્ઘટના, નિર્માણધીન ઈમારતની લિફ્ટ સાતમા માળેથી તૂટી પડી, 7 શ્રમિકોના મોત


એક પરિવારે બે દીકરા ગુમાવ્યા
એસ્પાયર-2 બિલ્ડિંગમાં લિફ્ટનું સેન્ટિંગ તૂટી પડવાની ઘટનામાં 7 શ્રમિકોના મોત થયા. તમામ મૃતકોમાં 4 પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના વાવ ગામના વતની હતા. તો 2 મૃતકો દેવગઢ બારીયાના વિરોલ ગામના હતા. તમામ શ્રમિકો કન્સ્ટ્રક્શનનું કામ કરી રોજગારી માટે અમદાવાદ આવ્યા હતા. ત્યારે એક પરિવારે આ દુર્ઘટનામાં દીકરો અને ભત્રીજો ગુમાવ્યો છે. મૃતકો સંજયભાઈ બાબુભાઇ નાયક અને અશ્વિનભાઈ સોમાભાઈ નાયક એક જ પરિવારના દીકરા છે. બંનેની ઉંમર 20-20 વર્ષની હતી. ત્યારે આ ઘટનામા એક જ પરિવાર બે જુવાનજોધ દીકરા ગુમાવ્યા. 


આ છે 7 શ્રમિકોના મોતના સોદાગર, લિફ્ટ તૂટતા જ સુપરવાઈઝર ઓફિસ છોડી ભાગી ગયા, બિલ્ડરો ફરક્યા જ નહિ  

આ જ ગ્રૂપની બિલ્ડીંગમાં 5 વર્ષ પહેલા પણ બની હતી દુર્ઘટના
ચોંકાવનારી બાબત એ છે કે, એડોર ગ્રૂપની જ એક ઈમારતમાં પાંચ વર્ષ પહેલા દુર્ઘટના બની હતી, જેમાં 3 મજૂરોના મોત નિપજ્યા હતા. એડોર ગ્રૂપની નહેરુનગર વિસ્તારમાં ક્લાઉડ-9 નામની બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યુ હતું ત્યારે ઘટના બની હતી, જેમાં અકસ્માત સર્જાતા 3 મજૂરોના મોત થયા હતા. હવે આજે આજ બિલ્ડરની સાઈટ પર ફરી દુર્ઘટના બની છે.