ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતાની સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુરુવારે ભાજપે અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી. ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ ભાજપમાં ભડકો થયો છે. નવા નિયમોને કારણે જૂના જોગીઓના પત્તા કપાતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી માટે ભાજપે તમામ 192 ઉમેદવારની યાદી જાહેર કરી. જેમાંથી માત્ર 42 કોર્પોરેટરોને જ રીપિટ કરવામાં આવ્યા છે. એકમાત્ર બોડકદેવ વોર્ડ એવો છે જેમાં 2015ના ચારેય ચાર ઉમેદવારને રીપિટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન નેતા સહિતના હોદ્દેદારોની ટિકિટ ત્રણ ટર્મ કે તેથી વધુ વખત ચૂંટાવાને લીધે અથવા 60થી વધુ વય હોવાથી કપાઈ છે. જોકે, સગાને ટિકિટ નહીં આપવાની પ્રદેશ પ્રમુખની જાહેરાતનો છેદ ઉડ્યો છે. કેટલાક વોર્ડમાં માત્ર સગાઓને જ ટિકિટ આપવામાં આવી છે.


ત્રણ પૂર્વ મેયરો સહિત સિનિયરોની ટિકીટ કપાઈ
અમિત શાહ, મયુર દવે, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, પ્રવીણ પટેલ, બિપીન પટેલ, રમેશ દેસાઈ, બીજલ પટેલ, ગૌતમ શાહ, મિનાક્ષીબેન પટેલ, રશ્મિ શાહ, દિનેશ મકવાણા, મધુબેન પટેલ, ક્રિશ્ના ઠાકર, ગૌતમ કથિરિયા સહિતના સંખ્યાબંધ સિનિયરોને પક્ષે ટિકિટ આપી નથી.


Gymnastic Player ની જિંદગીએ ગેમ બદલી અને બની ગઈ જાણીતી Porn Star


જીતેલા 106 ઉમેદાવારને કાપ્યા પણ 3 હારેલાંને ટિકિટ આપી
ગઈ ચૂંટણીમાં જીતેલા 106 ઉમેદવારને ભાજપે કાપ્યાં છે પણ વર્ષ 2015માં હારેલા ત્રણ ઉમેદવારોને ચાંદખેડા, સરસપુર, મક્તમપુરા વોર્ડમાંથી ટિકિટ આપી છે. જ્યારે એક ટર્મ જીતેલાની ટિકિટ કાપી છે.


શહેરના 48 વોર્ડમાંથી 12માં એક પણ ઉમેદવારને ભાજપે રિપીટ કર્યો નહીં
48માંથી 12 વોર્ડ એવા છે જેમાં 2015માં પસંદ થયેલા 4માંથી એક પણ ઉમેદવારને રિપિટ કરવામાં આવ્યા નથી.


ખેડાવાલાનો ખુલ્લો પડકાર, ગુજરાતમાં ઓવૈસીના ચણા પણ નહીં આવે...ભાજપની જ B ટીમ છે AIMIM પાર્ટી


48 વોર્ડમાંથી બોડકદેવ એક માત્ર વોર્ડ જ્યાં ચારેય ઉમેદવારો રિપીટ કરાયા
શહેરના કુલ 48 વોર્ડમાંથી માત્ર બોડકદેવ જ એવો વોર્ડ છે જેના ગઈ ચૂંટણીમાં જીતેલા ચારેય ઉમેદવારને ભાજપે ફરી ટિકીટ આપી છે.


2001થી અત્યારસુધી ભાજપના કાર્યકાળમાં પહેલીવખત એવું બન્યું છે કે દિગ્ગજ નેતા અમિત શાહ અને આનંદીબેન પટેલના જૂથનું પત્તું સાવ કપાઈ ગયું છે, જ્યારે મોટાભાગના ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક ધારાસભ્યોનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે જેમાં જગદીશ પંચાલ, રાકેશ શાહ, પ્રદિપસિંહ જાડેજા, બલરામ થવાણી, વલ્લભ કાકડિયા સહિતના ધારસભ્યોનો સમાવેશ થાય છે.


ભાજપના ધારાસભ્યોએ પોતાના પીએને પણ ટિકિટ અપાવી
નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીના પીએ એલિસબ્રિજના ધારાસભ્ય રાજેશ રવતાણી અને રાકેશ શાહના પીએ નીરવ કવિ અને જગદીશ પંચાલના અત્યંત નજીકના વ્યક્તિને ટિકિટ અપાઈ છે. 


ભાજપના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા, કોંગ્રેસ છેલ્લા દિવસે ભરશે
ભાજપે અમદાવાદ મહાનગરપાલિકાના જાહેર કરેલા મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જ્યારે કોંગ્રેસના બાકી ઉમેદવારો શનિવારે છેલ્લાં દિવસે ફોર્મ ભરશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube