કોરોનાની વાસ્તવિક સ્થિતિ દેખાડી રહ્યા છે આ દ્રશ્યો, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો
અમદાવાદ સિવિલ કેમ્પસ (Ahmedabad Civil Hospital) માં આવેલી 1200 બેડ કોવિડ (Covid 19) હોસ્પિટલમાં ખાતે આજે એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી હતી.
આશ્કા જાની, અમદાવાદ: ગુજરાત (Gujarat) માં કોરોના વાયરસે (Coronavirus) ભરડો લીધો છે. હવે કોરોના નવા દર્દીઓનો આંકડો સરેરાશ 6000ને પાર કરી ચુક્યો છે. ખાસ કરીને ગુજરાત (Gujarat) ના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્થિતી ખુબ જ ભયાનક છે. સુરત (Surat) અને અમદાવાદ (Ahmedabad) ની સ્થિતી તો એટલી ગંભીર બની છે કે એક પછી એક હોસ્પિટલ (Hospital) નાં બેડ પણ ફુલ થઇ રહ્યા છે. દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી અને કેટલાક કિસ્સામાં બહાર લોબીમાં બેસાડીને સારવાર અપાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે.
ત્યારે અમદાવાદ સિવિલ કેમ્પસ (Ahmedabad Civil Hospital) માં આવેલી 1200 બેડ કોવિડ (Covid 19) હોસ્પિટલમાં ખાતે આજે એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી હતી. સતત બીજા દિવસે પણ 9 થી 10 જેટલી એમ્બ્યુલન્સ (Ambulance) ની લાઈન જોવા મળી રહી છે. કોરોના દર્દીઓને દાખલ કરાવવા માટે સિવિલ કોવિડ હોસ્પિટલના દરવાજા બહાર 9 થી 10 જેટલી 108 એમ્બ્યુલન્સ વેઇટિંગમાં ઉભેલી જોવા મળી રહી છે. આ દ્રશ્યો કોરોના સ્થિતિની વાસ્તવિકતા દેખાડી રહ્યા છે. વેટીંગમાં ઉભી રહેલી એમ્બ્યુલન્સમાં બેઠેલા દર્દીઓ રાહ જોઈ રહ્યા છે કે તેમનો નંબર ક્યારે આવશે અને ક્યારે તેમને સારવાર મળશે.
રેમડેસિવિર ઇન્જેક્શનની કૌભાંડ: એક્સપોર્ટ ક્વોલિટીનું ઇન્જેક્શન મળ્યું, જે ભારતમાં છે પ્રતિબંધિત
રાજકોટમાં એમ્બ્યુલન્સની ઘટ, ટેમ્પો ટ્રાવેલર દોડાવવાનો આદેશ
રાજકોટ (Rajkot) માં કોરોના (Coronavirus) ના કેસ વધતા એમ્બ્યુલન્સ (Ambulance) ખૂટી પડતા ટેમ્પો ટ્રાવેલર (Tempo Traveller) નો તંત્રએ સહારો લીધો છે. દર્દીઓ અને તેના સાગા સંબંધીઓ માટે ટેમ્પો ટ્રાવેલર (Tempo Traveller) શરૂ કરવામાં આવી છે. સતત કેસ વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સની કામગીરી વધી ગઈ છે.
સુરતમાં 24 કલાક સળગી રહી છે ચિતાઓ, પીગળી ગઇ સ્મશાનની ભઠ્ઠીઓ
લગ્ન-મરણ પ્રસંગમાં 50 લોકો, ઓફીસમાં 50% સ્ટાફ, તમામ જાહેર ઉત્સવો પર પ્રતિબંધ
હાઇકોર્ટ (High Court) દ્વારા સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી (CM) લાઇવ આવીને નવી કેટલીક જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રી રૂપાણી (Vijay Rupani) એ જણાવ્યું કે, એપ્રિલ મે સુધીના તમામ તહેવારોમાં જાહેરમાં ઉજવણી પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી જાહેરમાં કરી શકાશે નહી.
જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં કુલ 50 લોકો જ હાજર રહી શકશે. બંન્ને પક્ષોના થઇને 100ના બદલે હવે 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરી શકશે. મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ 30 એપ્રિલ સુધી બંધ કરવા અપીલ કરી છે.
કોરોના સંક્રમણની આસ્થા પર અસર, ભક્તો માટે આજથી બંધ થયા અંબાજી મંદિરના કપાટ
ગુજરાતમાં રેકોર્ડબ્રેક 6021 કોરોના કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગત 24 કલાકમાં રેકોર્ડબ્રેક 6021 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 6021 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2854 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,17,981 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 89.95 ટકાએ પહોંચ્યો હતો.
SURAT: કોરોનાનું વિકરાળ સ્વરૂપ, 14 વર્ષથી બંધ સ્મશાન રાતોરાત શરૂ કરવામાં આવ્યું
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 30,680 એક્ટિવ દર્દી છે, જે પૈકી 216 લોકો વેન્ટિલેટર પર છે અને 30,464 લોકો સ્ટેબલ છે. 3,17,981 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4855 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 55 લોકોનાં દુખદ નિધન થયા છે. અમદાવાદ કોર્પોરેશન 20, સુરત કોર્પોરેશન 17, વડોદરા કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશન 4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1, સાબરકાંઠા 1, સુરતમાં 1 આ પ્રકારે કુલ 55 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube