યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમમાં પડવાનું ભારે પડ્યું, ભાંડો ફૂટતા જ સામે આવી તેની પત્ની
Ahmedabad News : બી.કે.ખાન મુસ્લિમ હોવા છતાં પણ પોતાની ખોટી ઓળખ આપી અને અપરણિત કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તે બાદ તેને લગ્ન લાલચ આપી બળાત્કાર ગુર્જયો હતો
Rape Case : અમદાવાદના ચાંદખેડામાં એક વિધર્મી યુવકે ફીઝીકલ ટ્રેનર બનીને યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું. વિધર્મી યુવકે પોતાની જાતની એક્સ આર્મીમેનની ઓળખ આપી હતી. તેણે યુવતીને પોતે અપરણિત હોવાનુંક હીને યુવતીને લગ્નની લાલચ આપી હતી. યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની STSC સેલએ તેની ધરપકડ કરી છે.
આ યુવકનું નામ બી.કે.ખાન પઠાણ છે, જેણે એક યુવતીને વિશ્વાસમાં લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુળ મહેસાણાની અને હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતી 29 વર્ષીય યુવતીએ વર્ષ 2022માં નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ શારિરીક કસોટીની પરીક્ષાની તૈયારી કરતી હતી, ત્યારે તે રનીંગ માટે કોચની શોધ કરી રહી હતી. ત્યારે સોશિયલ મીડિયા થકી તેની ઓળખ બી.કે.ખાન (મિશન ફીટ ઇન્ડિયા) સાથે થઈ હતી. એક સંસ્થા ચલાવતા બી.કે.ખાન સાથે સંપર્ક થયો હતો.
કટકીબાજ કેતકી વ્યાસની લીલા અપરંપાર : લાંચની રકમથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી
પઠાણ સાથે વાત કરતા આરોપીએ યુવતીને એક્સ આર્મીમેન હોવાની ઓળખ આપી હતી. બાદમાં પ્રેક્ટિસ અને કોચિંગ માટે યુવતી જતી ત્યારે આરોપી અંગત જીવનના સવાલો કરી તેને બદઇરાદાથી જોતો હતો. એક દિવસ આરોપીએ પરિણીત હોવાનું કહી છુટાછેડા લઇને યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારે તે જુનાગઢથી ગાડી ચલાવીને આવ્યો હોવાથી થાક્યો હોવાનું કહી હોટલમાં લઇ ગયો હતો. જ્યાં યુવતી માસિકમાં હોવા છતાં તેની સાથે સંબંધ બાંધ્યો હતો. જેથી યુવતીને ગુપ્ત ભાગોએ ઇજાઓ પહોંચી હતી. જેથી બાદમાં યુવતી આરોપીના ઘરે પહોંચી તો ત્યાં તેની પત્ની મળતા તેણે પણ માથાકૂટ કરી હતી. આ બાદ સમગ્ર ફાંડો ફૂટયો અને આ આરોપી બી.કે.ખાનની ખબર પડી હતી.
લંડનમાં જ થશે કુશ પટેલના અંતિમ સંસ્કાર, 10 દિવસ પાણીમાં રહેવાથી લાશ કહોવાઈ ગઈ
બી.કે.ખાન મુસ્લિમ હોવા છતાં પણ પોતાની ખોટી ઓળખ આપી અને અપરણિત કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તે બાદ તેને લગ્ન લાલચ આપી બળાત્કાર ગુર્જયો હતો. જેમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી એસસીએસટી સેલને તપાસ સોંપી આરોપી બી.કે ખાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આને સ્વર્ગ કહેશો કે સ્વિત્ઝર્લેન્ડ, વિશ્વાસ નહિ થાય કે આ ગુજરાતનું જ એક સુંદર સ્થળ છે