Crime News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદમાં લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવક પીછો કરી બ્લેકમેલ કરીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિધર્મી યુવકે પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપી બે મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં રાખી હતી, જેના બાદ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં યુવતીનો બિભત્સ વીડિયો પણ વાયરલ કરવાની ધમકી આપી હતી. વિધર્મી યુવકે પોતાના બે મિત્રો સાથે મળી યુવતીનો ગેંગરેપ કર્યો હતો. પોલીસે 3 આરોપી ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક સ્પામાં નોકરી કરતી 37 વર્ષીય યુવતીને થોડાક સમય પહેલા સ્પામાં મસાજ કરાવવા આવતા એક સમીર પ્રજાપતિ નામના યુવક સાથે પરિચય થયો હતો. સમીર પ્રજાપતિ પોતે મુસ્લિમ હતો. તેણે પોતાનું નામ નાસિરહુસેન હોવાનું છુપાવ્યુ હતું. તેણે યુવતીઓનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આરોપીએ સ્પામાં કામ કરતી એક યુવતીને ફસાવવાનું શરૂ કર્યું. યુવતીના પરિવારજનોની વિગતો મેળવીને યુવતીઓ સ્પામાં ખરાબ ધંધા કરે છે તેવી જાણ પરિવારજનોને કરી દેવાની ધમકીઓ આપતો. જેના બાદ તે યુવતીને ગેસ્ટ હાઉસમાં બોલાવી ચપ્પુની અણીએ યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સમયે આરોપીએ યુવતીના અંગત પળોના વીડિયો ઉતારી લઈ તેનું આધારકાર્ડ પડાવીને આનંદનગર વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. આરોપીએ યુવતીને સ્પાની નોકરી છોડાવીને ફ્લેટ પર બે મહિના સુધી લિવ ઇન રિલેશનમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આરોપી નાસીર હુસેન ઘાંચીએ એક દિવસ ફ્લેટ પર પોતાના બે મિત્રોને બોલાવી યુવતીની આંખો પર પટ્ટી બાંધી તેના બે મિત્રોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.



પોલીસે સામુહિક દુષ્કર્મના મુખ્ય આરોપી નાસિરહુસેન, તેને મદદ કરનાર તેની પત્ની રૂપા રાણા અને સાળો વિજયની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપી નાસિરહુસેનએ ખાડિયા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે આ ગુનામાં તેની સાથે પત્ની રૂપા રાણા, સાળી હિરલ અને સાળો વિજય પણ મદદગારી કરતો હતો અને ભોગ બનાર યુવતી પાસેથી રૂપિયા પડાવતા હતા. યુવતીના પતિને આ આરોપીઓએ તેની પત્નીને અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જેથી અંતે કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને લવ જેહાદ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી SCST સેલને સોંપવામાં આવ્યા છે.


આમ, યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને બ્લેકમેલ કરી સામુહિક દુષ્કર્મ આચર્યું. જે બાદ યુવતી પાસે રૂપિયા પડાવવા પ્લાન બનાવ્યો હતો. પરંતુ પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે સામુહિક દુષ્કર્મ આચરનાર બે મિત્રોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.