કૌભાંડી લાંગાના નવા નવા કારનામા... બોગસ લાંગા સામે વધુ એક ફરિયાદ
Ahmedabad Crime News : કૌભાંડી લાંગાના નવા નવા કારનામા... બોગસ લાંગા સામે વધુ એક ફરિયાદ... સરકારી ડોક્યુમેન્ટ વેચવાનો આરોપ... બોગસ બીલો બનાવી કર્યું કરોડોનું કૌભાંડ... બીજાના કૌભાંડ ઉજાગર કરતો પત્રકાર પણ કૌભાંડી
Ahmedabad News : અમદાવાદમાંથી એક એવું કૌભાંડ સામે આવ્યું હતું કે જેમાં પત્રકાર સહિત કેટલાક આરોપીઓને જેલમાં જવાનો વારો આવ્યો છે. બોગસ કંપનીમાં બોગસ બીલ બનાવીને દેશની તિજોરીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. ત્યારે આ કેસમાં હવે કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક બની અને 23 સ્થળએ દરોડા પાડ્યા છે. ત્યારે શું છે આ સમગ્ર કેસ?
પત્રકાર મહેશ લાંગાના વધુ કેટલાક કારનામા
- IAS, IPS અધિકારીઓ સાથે ચેટ આવી સામે
- સરકારી ડૉક્યુમેન્ટનું બારોબાર કરતો હતો વેચાણ
- વૈભવી જીવન જીવતો હતો પત્રકાર મહેશ લાંગા
- લાંગા સામે ચોરી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ
GTS બિલ કૌભાંડમાં ઝડપાયેલો આરોપી અને પત્રકાર મહેશ લાંગાના એક પછી એક નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એક પત્રકારના બીજાના ગુના ઊજાગર કરે છે પરંતુ આ એવો પત્રકાર છે જે પોતે જ ગુનેગાર છે. પત્રકારત્વના નામે જાતભાતના ડૉક્યુમેન્ટ અધિકારીઓ પાસેથી લઈને તેને બારોબાર વેચી મારતો હતો. કેટલાક ડૉક્યુમેન્ટ પરથી સ્ટોરી કરતો અને બાકી તમામ ડૉક્યુમેન્ટ વેચીને વેભવી જીવન આ મહાશય જીવતા હતા.
શરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપ
અમદાવાદ પોલીસે જેની ધરપકડ કરી છે તે પત્રકાર મહેશ લાંગાનો વધુ જે ખુલાસો થયો છે તે તમારે અવશ્ય જાણવો જોઈએ. લાંગાના કારનામાની વાત કરીએ તો, મહેશ લાંગાની IAS, IPS અધિકારીઓ સાથેની ચેટ સામે આવી, પત્રકારત્વના નામે લાંગા અધિકારીઓ પાસેથી મહત્વના ડોક્યુમેન્ટ મેળવતો, આ ડૉક્યુમેન્ટ પૈસા લઈને બીજાને બારોબાર વેચી મારતો હતો, પત્રકાર મહેશ લાંગા વૈભવી જીવન જીવતો હતો, ગુજરાત મેરિટાઈમ બોર્ડની ઓફિસમાં તપાસ કરાઈ, મહેશ લાંગા અને GMBના અજાણ્યા કર્મચારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી, ચોરી અને ગુનાહિત કાવતરાની સાથે વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે....
શું થયા ખુલાસા?
- મહેશ લાંગાની IAS, IPS અધિકારીઓ સાથેની ચેટ સામે આવી
- અધિકારીઓ પાસેથી મહત્વના ડોક્યુમેન્ટ મેળવતો હતો લાંગા
- ડૉક્યુમેન્ટ પૈસા લઈને બીજાને બારોબાર વેચી મારતો હતો
- પત્રકાર મહેશ લાંગા વૈભવી જીવન જીવતો હતો
- ગુજરાત મેરિટાઈમ બોર્ડની ઓફિસમાં તપાસ કરાઈ
- મહેશ લાંગા GMBના અજાણ્યા કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ
- ચોરી, ગુનાહિત કાવતરુ, વિશ્વાસઘાત, ભ્રષ્ટાચારની ફરિયાદ
મહેશ લાંગા તો મુખ્ય આરોપી છે પરંતુ હવે મેરિટાઈમ બોર્ડના કર્મચારી પણ લાંગા સાથે મળીને કૌભાંડ કરતાં હતા કે નહીં તે એક સવાલ છે. શું મેરિટાઈમ બોર્ડના અધિકારીઓ પર પણ સકંજો કસાશે કેમ તે એક સવાલ છે?, પત્રકાર મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગથી લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ ગાંધીનગર પોલીસ, ક્રાઈમ બ્રાંચ, ED અને સેન્ટ્રલ GST કરી રહી છે.
શું છે લાંગા પર આરોપ?
- લાંગા સહિતના આરોપીઓ પર 200 કરોડના GSTની ચોરીનો આરોપ
- GSTએ ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા
- કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરાઈ
દેશની તિજોરીને નુકસાન પહોંચાડીને પોતાના ખિસ્સા ભરવાનું એક મોટું કૌભાંડ ગુજરાતમાંથી સામે આવ્યું હતું...આ કૌભાંડમાં આરોપીઓને ઝડપી જેલના હવાલે કરી દેવાયા છે. જેમાં એક આરોપી પત્રકાર મહેશ લાંગા પણ છે. બોગસ કંપની બનાવી તે જ કંપનીના બોગસ બિલથી આર્થિક વ્યવહારો કરવામાં આવતાં હતા. આ કેસના પડઘાં ગુજરાત જ નહીં પણ દેશ લેવલે પડતાં ઈડીએ મોટી કાર્યવાહી કરતાં 23 સ્થળે દરોડા પાડ્યા હતા. ગુજરાતના અલગ અલગ 23 સ્થળે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, વેરાવળ અને અન્ય કેટલાક શહેરોમાં ઈડીએ કાર્યવાહી કરી હતી.
મહેશ લાંગાની બોગસ કંપનીઓને લઈ અગાઉ અનેક ખુલાસા થયા છે. લાંગા અને તેની સાથે અન્ય કેટલાક આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આ કેસમાં વધુ શું નવા ખુલાસા થાય છે.
શરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપ