ઝી બ્યુરો/અમદાવાદ: ઉનાળું શરૂ થયાની હજુ ગણતરીનો સમય શરૂ થયો છે. તેવામાં અમદાવાદમાં આગના બનાવો વધવા માંડ્યા છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલા એક રહેણાંક હાઈરાઈઝમાં આગ ફાટી નીકળી છે. જેમાં કેટલાક લોકો ફસાયા હોવાની શક્યતા છે. ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાએ વિદ્યાર્થીઓને આપી 'ગિફ્ટ', સ્ટુડન્ટ વિઝા પર મળશે નોકરી! ગુજરાતીઓને 'બખ્ખાં'


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મીઠખલી વિસ્તારમાં આવેલી આદિત્ય બિલ્ડિંગમાં આગની ઘટના બની છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીધું છે. આ ઘટનાની જાણકારી મળતા ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બીજી બાજુ બિલ્ડિંગમાં 60થી વધુ લોકો ફસાયેલા છે. સદ્દનસીબે હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.


ગભરાતા નહીં! મૃત્યું પછી લાશને કેમ ઘરમાં નથી રખાતી એકલી? આવા છે ભયાનક કારણો...!


અદિતી કોમ્પલેક્ષના 7માં માળે આવેલી ઓફિસમાં આગ લાગી છે. જે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. પરંતુ મોટા પાયે માલ સામાન બળીને ખાખ થયાની ચર્ચાઓ છે. આદિત્ય કોમ્પેલેક્ષમાં લાગેલી આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જયાં ફાયરની ટીમે આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. જોકે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું.