અતુલ તિવારી/અમદાવાદ :છેલ્લા એકવર્ષ કરતા વધુ સમયથી અમદાવાદમાં અંગદાન અંગે સતત જાગૃતિ વધતી જોવા મળી રહી છે. કોઈપણ પરિવાર માટે પોતાના સ્વજનના અંગદાન કરવાનો નિર્ણય બિલકુલ સરળ નથી, પરંતુ તબીબોના પ્રયાસ અને અલગ અલગ સમજદાર પરિવારજનોની સંમતીને કારણે થઈ રહેલા અંગદાનથી સતત અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે. પોતાનું સ્વજન બ્રેઈનડેડ છે, બચી શકશે નહિ, પરંતુ અંગદાનનો એક નિર્ણય પોતાના સ્વજનને અન્યના માધ્યમથી જીવંત રાખી શકશે તેવી સમજ હવે સમાજમાં સતત વધી રહી છે. અંગદાનનો આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે.


ગીતા પર મહાભારત : ગુજરાતમાં ગીતાના અભ્યાસ મુદ્દે AAP ના મનીષ સિસોદિયાનું વિવાદિત નિવેદન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના બોપલમાં રહેતા નિશાંતભાઈ મહેતાના શરીરના 6 અંગોએ જુદા જુદા 6 લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે. અકસ્માત થતાં નિશાંતભાઈને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ધુળેટીના દિવસે સારવાર માટે ખસેડાયા હતા. નિશાંતભાઈની સ્થિતિ નાજૂક બનતા વધુ સારવાર અર્થે કિડની હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન તજજ્ઞ તબીબોની ટીમે નિશાંતભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. ત્યારબાદ હોસ્પિટલ તરફથી પરિવારના સ્વજનોને અંગદાન અંગે સમજ આપવામાં આવી હતી. પરિવાર માટે તાત્કાલિક આ નિર્ણય લેવો આકરો હતો, પરંતુ અનેક લોકોને તેનાથી જીવન મળે છે તે વિચારથી જ પરિવારે હામી ભરી હતી. અને આખરે પરિવાર દ્વારા અંગદાન કરવાનો હિંમતભર્યો નિર્ણય કરવામાં આવ્યો. 


સિંહોના ટોળા જ્યાં ફરે તે ખાંભાના લાપાળાના ડુંગરામાં લાગી વિકરાળ આગ


પરિવારની સંમતિથી બ્રેઈનડેડ એવા નિશાંતભાઈનું હૃદય, 2 કિડની, લીવર અને બંને આંખોનું અંગદાન કરાયું છે. જેમાંથી હૃદય મુંબઈ સ્થિત રિલાયન્સ હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર દ્વારા મોકલાયું હતું. કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું.


આ વિશે કિડની હોસ્પિટલના નિયામક ડોક્ટર વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘અંગદાન કરવા અંગે પરિવારે આપેલી સંમતીને કારણે અનેક લોકોને નવજીવન મળ્યું છે. કિડની હોસ્પિટલ સમગ્ર પરિવારનું આજીવન આભારી રહેશે. મહેતા પરિવારે ધુળેટીના દિવસે હિંમતભેર મહાદાન કરવાનો નિર્ણય કર્યો, જેના કારણે એકસાથે 6 વ્યક્તિઓને નવું જીવન મળી શક્યું છે.’