અમદાવાદ: બુટલેગરે પૂર્વ પત્નીની ભાભી પર પ્રિપ્લાન યોજી કર્યો એસિડ એટેક
શહેરમાં ફરી એક વખત યુવતી પર એસિડ એટેકની ધટના બની છે. અમરાઈવાડી વિસ્તારના નાડિયાવાસ લાલ બંગ્લાના બુટલેગર પતિ હિરા નાડિયાએ નેશનલ પાર્કમાં રહેતા પૂર્વ પત્નીના 26 વર્ષીય ગર્ભવતિ ભાભી પર એસિડ હુમલો કર્યો છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ફરી એક વખત યુવતી પર એસિડ એટેકની ધટના બની છે. અમરાઈવાડી વિસ્તારના નાડિયાવાસ લાલ બંગ્લાના બુટલેગર પતિ હિરા નાડિયાએ નેશનલ પાર્કમાં રહેતા પૂર્વ પત્નીના 26 વર્ષીય ગર્ભવતિ ભાભી પર એસિડ હુમલો કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં બુટલેગર આરોપી હીરા નાડીયા મહેસાણાથી ધરપકડ કરવામાં આવી છે.
અમરાઈવાડીના બુટલેગરએ એક યુવતી સાથે 7 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે સંસારમાં તકલીફો આવતાં 2 મહિના પહેલા બંનેએ છુટાછેડા લીઘા હતા. ત્યારબાદ યુવતીએ અન્ય જગ્યાએ લગ્ન કરી સાસરે જતી રહી હતી. પરંતુ યુવતીને હેરાન કરવા માટે યુવતીના પિયરમાં છેલ્લા બે મહિનાથી પૂર્વ પતિ પરિવાજનો ઉપર ત્રાસ ગુજરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બુટલેગર પૂર્વ પતિ એક્ટિવાને આંગ ચાપી ધમકી આપી હતી.
વધુમાં વાંચો...અમદાવાદમાં પાણીના પાઉચ બાદ હવે આ વસ્તુ પર પણ લાગશે ‘બેન’
પરંતુ આજે(20 ડિસેમ્બર) વહેલી સવારે છુટાછેડા લીધેલ યુવતી હાલમાં ક્યાં સાસરે છે અને તેનું સરનામું જાણવા આવેલા બુટલેગર પતિને પૂર્વ પત્નીના ગર્ભવતિ ભાભીએ જવાબ ન આપતાં ક્રોધિત થઈ એસિડ હુમલે કર્યો હતો. 26 વર્ષિય ગર્ભવતિ ભાભી ઘરની બહાર કપડા ખોઇ રહ્યા હતા અને તેવામાં બુટલેગર પૂર્વ પતિ એક્ટિવા લઇને ભાભીને નણંદની સાંસરીનુ સરનામુ પુછ્યુ અને ભાભી જવાબ ન આપતા ભાભીના મોઢા અને શરીરના અન્ય ભાગે એસિડ હુમલો કરીને ફરાર થઇ ગયો. ઇજાગ્રસ્ત 26 વર્ષિય યુવતી એલ.જી હોસ્પિટલ સારવાર અર્થે છે. યુવતીના શરીરના 15 ટકા જેટલો ભાગ દાંઝી ગયો છે..
બુટલેગર પૂર્વ પતિ ભાભી પર એસિડ એટેક કરીને અમદાવાદની બહાર ફરાર થઇ ગયો હતો પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં મહેસાણા નજીક એક ગામમાંથી ઝડપી લીધો હતો. બુટલેગર પ્રિ-પ્લાન કરીને એસિડ એટેક કર્યો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. ઇજાગ્રસ્ત યુવતીના પરિવાજનો પર અવાર નવાર બુટલેગરના ત્રાસથી કંટાણી ગયા છે. જેથી ઇજાગ્રસ્ત યુવતિના પરિવાજનો કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.