ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં એક પછી એક લુંટ અને ચોરીઓની ધટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બનાવ મણીનગર વિસ્તારમાં બન્યો છે. ચાર જેટલા લુંટારૂઓ જવેલર્સમાં ઘુસી આવ્યા હતાં. અને રિવોલ્વર તેમજ છરી બતાવી દુકાનદારને ધમકાવીને જવેલર્સમાં રહેલા રૂપિયા 11 લાખ 63 હજારના દાગીના લઇને ફરાર થઇ ગયા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસએ સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ઇસકો ઠોક દે તેવું કહેતા ફરિયાદી ગભરાઇ ગયા
શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને મણિનગર પોલીસ સ્ટેશનના ભૈરવનાથ ચાર રસ્તા પાસે જય ભવાની જવેલર્સ નામની દુકાન ધરાવતા અમૃત માળી બુધવાર એ રાત્રીના સમયે જવેલર્સ પર હાજર હતા. તે દરમિયાન રાતના નવેક વાગ્યાની આસપાસ ચાર અજાણ્યા ઇસમો તેમના જવેલર્સમાં ઘુસી આવ્યા હતાં. અને એક ઇસમએ રિવોલ્વર કાઢીને તેમની સામે ધરી દીધેલ. જ્યારે એક ઇસમ ફરીયાદી સાથે ઝપાઝપી કરીને હિન્દીમાં ઇસકો ઠોક દે તેવું કહેતા ફરિયાદી ગભરાઇ ગયા હતાં. અને તેમણે આ લુંટારૂઓને કહ્યું હતું કે મને કઇ કરીશ નહીં તારે જે લેવું હોય તે લઇ લે. આમ ફરિયાીદને સાઇડ મે બેઠ જા એમ કહેતા ફરીયાદી સાઇડમાં ખુરશીમાં બેસી ગયા હતાં. અને આ લુંટારૂઓએ કાઉન્ટર પર છરો મુકીને જવેલર્સમાં ડિસ્પલેમાં મુકેલ સોનાના દાગીના ભરેલ ટ્રે ભેગી કરીને તેમની પાસે રહેલ કાપડની થેલીમાં મુકી દીધી હતી. 


જવેલર્સના સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ
એટલું જ નહીં લુંટારૂઓએ ફરિયાદીનો મોબાઇલ ફોન પણ લઇ લીધો હતો. અને દુકાનની દુર પાર્ક કરેલ બે વાહન લઇને ઇસનપુર તરફ ફરાર થઇ ગયા હતાં. લુંટારૂઓ જવેલર્સમાંથી રૂપિયા 11 લાખ 63 હજારના દાગીના લઇને ફરાર થઇ ગયા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ એસીપી પીઆઈ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ નો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો. અને જવેલર્સના સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. 


લૂંટારુઓ જે બાઈક લઈને આવ્યા હતા, એ બાઈક પણ ચોરીનું! 
મણિનગર પોલીસે જવેલર્સના માલિકની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે લૂંટારુઓને બાઈક લઈને આવ્યા હતા એ બાઈક ચોરીનું છે અને આરોપીઓ રાજ્ય બહારના હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસનો દાવો છે કે નજીકના સમયમાં જ આ લૂંટારૂ ટોળકી પોલીસની ગીરફ્તમાં આવી જશે ત્યારે પોલીસ અને ફરિયાદને એ હાશકારો છે કે આ લુંટની ઘટના દરમિયાન લૂંટારૂઓએ ફાયરીંગ કરી ફરિયાદીને ઈજા પહોંચી નથી.