મૌલિક ધામેચા / અમદાવાદ: લૂટેરી દુલ્હનના અનેક કિસ્સા અત્યાર સુધી તમે સાંભળ્યા હશે. પણ લગ્ન કર્યા બાદ ગણતરીના દિવસોમાં મહિલા દાગીના કે રૂપિયા લઈને પતિ ફરાર થયા ગયા હોવાનું કદાચ નહિ સાંભળ્યું હોય. આવો જ એક વિચિત્ર કિસ્સો સામે સેટેલાઈટ (Satellite) ની એક મહિલા સાથે બન્યો. જેને પગલે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી પ્રભજોત સિંહ (Prabhjot Sinh) પર પત્નીના દાગીના પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી પ્રભજોત સિંઘ (Prabhjot Sinh) પહેલા મહિલા ને પ્રેમજાળ (Love) માં ફસાવી તેની સાથે લગ્ન કરી જરૂરિયાતનું નાટક કરીને રૂપિયા લઈ છૂમંતર થવાની મોડેસ ઓપરેન્ડીથી કામ કરતો હતો. તેણે પ્રથમ મહિલા સાથે લગ્નનું નાટક કર્યું હોય તેવું નથી. અગાઉ પણ અનેક મહિલા સાથે આવી છેતરપીંડી (froud) કરી હોવાનો ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે.

વડોદરા કોંગ્રેસના પૂર્વ ખજાનચીને લૂંટીને કઢંગી હાલતમાં ફોટા પાડ્યા, વાયરલ કરવાની આપી ધમકી


સેટેલાઈટ (Satellite) પોલીસે  દાખલ કરેલી મહિલાની ફરિયાદમાં પણ પ્રભજોત સિંઘ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે કરાવી છે કે ફરિયાદીએ અગાઉના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તે સેટેલાઈટ વિસ્તારમાં પીજીમાં રહેવા માટે વર્ષ 2008થી આવી હતી. આ દરમિયાન તેનો સંપર્ક પ્રભજોત સિંઘ સાથે થયો અને ત્રણેક મહિના સુધી વાતચીત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 


જેથી પ્રભજોત સિંઘ (Prabhjot Sinh) એ મહિલાને પોતે કુવારો હોવાંનુ જણાવીને તેની સાથે લગ્ન કરવાની તૈયારી બતાવતા બન્ને સહમત થયા. અને જૂન 2015માં આર્ય સમાજમાં તેઓએ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ પણ આરોપી મહિલાને તેના ઘરે લઈને જતો ન હતો. મહિલાને પીજીમાં રાખી પૈસા ન હોવાનું બહાનું કરતો હતો. જેથી મહિલાએ તેની બચત ના ₹ 35 હજાર આપતા તેઓ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા. 

લોકગાયિકા ગીતા રબારીને ઘરેબેઠાં વેક્સીન અપાતા વિવાદ, આરોગ્ય કર્મચારીને નોટીસ


આરોપી મહિલાને ઘર ખર્ચના રૂપિયા આપવાને બદલે મહિલાના પૈસે તે મોજશોખ કરતો હતો. અને મહિલા કઈ બોલે તો તેની સાથે મારઝૂડ કરી છોડી દેવાની ધમકી આપતો હતો. પણ મહિલાને પ્રભજોત સિંઘના વર્તનથી શંકા જતા મહિલાને જાણવા મળ્યું કે આરોપીએ અગાઉ પણ અન્ય બે યુવતી સાથે પોતે કુવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા અને રૂપિયા પણ પડાવી ચુક્યો છે.


પોલીસ (Police) ની માનવું છે કે હાલ ભાડે રાખેલું મકાન છોડી આરોપી પ્રભજોત સિંઘ ફરાર થઈ ગયો છે. એટલું જ નહીં મહિલા તેના પતિને શોધવા માટે વતન પંજાબમાં પણ ગઈ હતી. જ્યાં પણ તેનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. જેથી સેટેલાઈટ (Satellite) પોલીસે મહિલાની ફરિયાદ આધારે વિવિધ દિશામાં આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube