Ahmedabad News : અમેરિકાનો જવાનો મોહ યુવકો કરતા યુવતીઓને વધારે હોય છે. કેટલીક જ્ઞાતિમાં યુવતીઓ વિદેશમાં જ પરણવા માંગે છે. કારણ કે, તેઓને ભારતમાં રહેવુ નથી. ત્યારે લગ્ન કરેલી અમેરિકા વસેલી અમદાવાદની એક યુવતી સાથે એવુ થયું કે તેના અમેરિકાના રહેવાના ખ્વાબ ચકનાચૂર થઈ ગયા. તેનુ અમેરિકા વસવાટનું સપનુ ચૂર ચૂર થઈ ગયું. અમેરિકામા સાસરિયાઓએ એવો ત્રાસ આપ્યો કે પરિણિતા અમેરિકા છોડીને ભારતમાં રહેતા પિયરિયા પાસે આવવા મજબૂર બની હતી. આ અંગે તેણે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બોપલ વિસ્તારનો આ બનાવ છે. બોપલના ઈસ્કોન ગ્રીન્સ ખાતે રહેતી પરિણીતાએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોઁધાવી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ 2015 માં તેના લગ્ન સુયશ શાહ નામના યુવક સાથે થયા હતા. જે લગ્ન સમયે ચેન્નાઈમાં રહેતો હતો.


ભાજપમાં કંઈક મોટું થવાનું છે, ગુજરાતના આ નેતાઓની ખુરશી પર છે મોટું જોખમ


લગ્નના થોડા દિવસો બાદ પતિએ પરિણીતાને કહ્યું કે, તેને હાલ સંતાન નથી જોઈતું. કારણ કે, તેને અભ્યાસ માટે અમેરિકા જવાનું છે. તેથી યુવતી પણ તેની સાથે અમેરિકા ગઈ હતી. જે બાદ 2019 માં યુવક અને યુવતી અમેરિકાથી પરત આવીને અમદાવાદ ફરી સ્થાયી થયા હતા. આ બાદ દંપતી વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. 


આ બાદ ફરીથી સુયશને ફરી અમેરિકા જવાનુ થયુ હતું. પરંતુ આ વખતે તેણે પત્નીને અમેરિકા જવાની ના પાડી હતી. આ વચ્ચે પરિણીતાને ગર્ભ રહી ગયો હતો. જેથી પતિએ તેને બાળક ન રાખવા દબાણ કર્યુ હતું. પતિએ તેને કહ્યુ હતું કે, પહેલા જ નક્કી થયુ હતું કે તુ પિયરથી પહેલા દહેજ લાવજે, પછી બાળકનું વિચારજે. 


તૈયાર રહો, ચોમાસાનો બીજો રાઉન્ડ પહેલા કરતા પણ ખતરનાક હશે, આ દિવસોમાં તૂટી પડશે વરસાદ


આ બાદ મહિલા પર સતત માનસિક દબાણ વધતુ ગયુ હતું. જેથી તે જુલાઈ 2022 માં પરત ભારત આવી ગઈ હતી. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેને પિતાએ લગ્નમાં જમાઈને કાર અને સોનાનો સેટ ભેટમાં આપ્યો હતો, છતા તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો.