• અમદાવાદ ફરી એકવાર બન્યું ભૂવાનગરી

  • શહેરમાં અનેક જગ્યાએ પડી ગયા ભૂવા

  • ભ્રષ્ટ તંત્રના પાપે બેસી ગયો શહેરનો રોડ 

  • વરસાદમાં AMC મસ્ત અને જનતા ત્રસ્ત

  • સંસ્કારી નગરી પણ હવે બની ભૂવાનગરી


Smart City: જુઓ આ છે આપણું અમદાવાદ. હા, એ અમદાવાદ જેની ગણના વર્લ્ડ હેરિટેજ સિટીમાં થાય છે. સરકાર આ શહેરને સ્માર્ટ શહેર ગણાવે છે. રાજ્યનું આ સૌથી મોટું મહાનગર હાલ ઠેર ઠેર પડેલા ભૂવાઓને કારણે બેહાલ છે. એટલા ભૂવા આ શહેરમાં પડ્યા છે કે વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગયા છે. ભૂવા પણ એટલા મોટા છે કે કાર અને ટુવ્હીર ચાલકો આખા તેમાં સમાઈ જાય. શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં તમને આ સ્થિતિ જોવા ન મળે. ગીતા મંદિર, જમાલપુર APMC, નારણપુરા, વાડજ સહિતના અનેક વિસ્તારમાં સ્થિતિ કંઈક આવી જ છે. સામાન્ય વરસાદમાં જ ભૂવા પડતાં ભ્રષ્ટ અધિકારીઓ અને કૌભાંડી કોન્ટ્રાક્ટર્સની પોલ ખુલી ગઈ છે. એસજી હાઈવે પર પણ 2 જગ્યાએ બ્રિજ પર રોડ બેસી ગયો છે અને ખાડા પડવાની તૈયારીઓ છે. તંત્ર નહીં જાગે તો આબરૂના ધજાગરા થયા બાદ કાર્યવાહી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં થોડો વરસાદ આવે અને AMCના ભ્રષ્ટ અધિકારીઓ અને તેના કૌભાંડી કોન્ટ્રાક્ટરોની પોલ ન ખુલે તો નવાઈ નહીં. કારણ કે શહેરમાં જે સ્થિતિ છે તે કંઈ પહેલીવાર નથી. દર ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે. પરંતુ AMC કોઈ જ બોધપાઠ લેતું નથી. અરે જનતા ફરિયાદ કરે છતાં પણ અધિકારીઓ સ્થળ પર આવી કોઈ જ કામગીરી કરતાં નથી. ગીતા મંદિર નજીક લક્ષ્મીપુરા ચાલીમાં પડેલો આ ભૂવો ઘણા સમયથી પડ્યો છે. શરૂઆતમાં ભૂવો પડ્યો ત્યારે જ સ્થાનિકોએ AMCમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ જ અધિકારી ન ફરકતાં હવે ભૂવો મોટો થઈ ગયો છે. જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. 


ભૂવાનગરીમાં પડ્યો ભૂવો
ગીતા મંદિર પાસે પડ્યો ભૂવો
AMCને સમારકામમાં નથી રસ
સ્થાનિકો ત્રાહિમામ


વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના દીપિકા ગાર્ડન પાસે ફરી એક વખત ભૂવો પડ્યો છે. જેના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હલકી ગુણવત્તાના કામને કારણે વારંવાર શહેરમાં ભૂવા પડી રહ્યા છે. કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓને મિલીભગતને કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


કારેલીબાગમાં પડ્યો ભૂવો
ભ્રષ્ટ શાસનનો ઉત્તમ નમુનો
આ ભૂવો ક્યારે પુરાશે?


આયોજન વગર થતાં કામથી વારંવાર રોડનું ખોદકામ કરવામાં આવે છે. પરંતુ ખોદકામ કર્યા બાદ પુરતું પુરાણ કરવામાં ન આવતાં વરસાદમાં જમીન બેસી જાય છે...જેના કારણે ભૂવા પડે છે. પરંતુ તંત્રના અધિકારીઓ કોઈ જ યોગ્ય કાર્યવાહી કરતાં નથી. જેના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે.