VIDEO: અમદાવાદમાં આજથી મેટ્રો રૂટ પર વધુ એક સ્ટેશન કાર્યરત
અમદાવાદ મેટ્રો ટ્રેનના હાલમાં કાર્યરત સાડા છ કીલોમીટરના રૂટ પર આખરે ચોથુ સ્ટેશન કાર્યરત કરી દેવાયુ છે. આમ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કીમીના રૂટ પર આવેલા છ પૈકીના 4 સ્ટેશનો મુસાફરો માટે ખુલ્લા મુકી દેવાયા છે. અમરાઇવાડી સ્ટેશન લોકો માટે ખુલ્લું મુકાયુ છે. હજી પણ વસ્ત્રાલ અને રબારી કોલોની એમ બે સ્ટેશનોનું કામ ચાલી રહ્યુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી દેવાશે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: મેટ્રો ટ્રેનના હાલમાં કાર્યરત સાડા છ કીલોમીટરના રૂટ પર આખરે ચોથુ સ્ટેશન કાર્યરત કરી દેવાયુ છે. આમ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કીમીના રૂટ પર આવેલા છ પૈકીના 4 સ્ટેશનો મુસાફરો માટે ખુલ્લા મુકી દેવાયા છે. અમરાઇવાડી સ્ટેશન લોકો માટે ખુલ્લું મુકાયુ છે. હજી પણ વસ્ત્રાલ અને રબારી કોલોની એમ બે સ્ટેશનોનું કામ ચાલી રહ્યુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી દેવાશે.
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ઇસ્ટ વેસ્ટ કોરીડોર પરના ચોથા સ્ટેશન અમરાઇવાડી મેટ્રો સ્ટેશનને મુસાફરો માટે ખુલ્લું મુકવામાં આવ્યુ. હાલમાં કાર્યરત કુલ 6.5 કીમીના રૂટ પર આ પહેલા વસ્ત્રાલ ગામ, એપરલ પાર્ક અને નિરાંત ચોકડી એમ ત્રણ સ્ટેશનો કાર્યરત કરાયા છે. જે બાદ હવે અમરાઇવાડી સ્ટેશનને પણ ખુલ્લુ મુકવામાં આવ્યું. જ્યારે હજી પણ આજ રૂટ પરના વસ્ત્રાલ અને રબારી કોલોની સ્ટેશન ઉપયોગ માટે ખુલ્લા મુકવાના બાકી છે. નોંધનીય છે કે ગત ચોથી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રોની શરૂઆત કરાઇ હતી. તે સમયે સાડા છ કીલોમીટરના રૂટ પરના વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક એમ પહેલા અને છેલ્લા સ્ટેશનને જ કાર્યરત કરાયા હતા. આજે મેટ્રોના કેટલાક અધિકારી અને અન્ય આમંત્રીતોની ઉપસ્થિતિમાં અમરાઇવાડી સ્ટેશને 11.14 કલાકે પ્રથમ ટ્રેન રોકાઇ. જેને એપરલ પાર્ક તરફ રવાના કરાવીને સ્ટેશનને કાર્યરત કરાયુ.
મેટ્રો ટ્રેનમાં સફર કરવા માટે લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો ખાસ ટીકીટ લઇને પણ ટ્રેનમાં બેસવા માટે આવી રહ્યા છે. નોંધનીય છે કે લોકાપર્ણ થયાના 10 દિવસ સુધી લોકો માટે વિનામુલ્યે મુસાફરીનો નિર્ણય કરાયો હતો. જે બાદ 16મી માર્ચથી ટિકીટના દર લાગુ પડતા મુસાફરોએ ટીકીટ લઇને મુસાફરી કરવી પડે છે.
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...