મોટો નિર્ણય : અમદાવાદમાં મેટ્રોનો સમય બદલાયો, હવે વધુ સમય દોડશે મેટ્રો
Ahmedabad Metro : મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યા સુધી દોડશે મેટ્રો
Metro Train Timings Change : અમદાવાદમાં દોડતી મેટ્રો માટે મોટો નિર્ણય લેવાયો છે. હવેથી અમદાવાદમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. અગાઉ સવારનો મેટ્રો ટ્રેનનો સમય ૯ વાગ્યાનો હતો, જે હવે બદલીને સવારે 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. ૩૦ જાન્યુઆરીથી નવો સમય અમલી થશે.
નવા ફેરફાર અનુસાર, હવેથી અમદાવાદમાં વધુ સમય મેટ્રો ટ્રેન દોડશે. હાલમાં સવારના 9 થી રાત્રીના 8 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલે છે. પરંતું 30 મી જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. તેમજ મેટ્રો ટ્રેનની ફિક્વન્સી પણ દર 15 મિનિટની કરવામાં આવી છે. દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે.
આ પણ વાંચો :
આખરે કોંગ્રેસ ઊંઘમાંથી જાગી, વિધાનસભામાં વિરોધપક્ષના નેતાનું નામ જાહેર કર્યું
ગુજરાતમાં જીતવું હોય તો મોદી-શાહ થવું પડે, ઘરના અમીચંદોને કારણે કોંગ્રેસની હાર થઈ
તાપણું કરવાની આદત હોય તો ચેતી જજો, પાટણમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા