મૌલિક ધામેચા/ અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાયવત છે. અમરાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના વિવાદના ઝગડા મુદ્દે પાડોશી દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી 65 વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં જાણે ગુનેગારો બેફામ બન્યા છે તે પ્રકારનો ઘાટ સર્જાયો છે અને તેમાં પણ પૂર્વ વિસ્તારમાં જાણે ગુનેગાર માટે હોટસ્પોટ બન્યું છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ હાટકેશ્વરમાં વધુ એક  65 વર્ષીય આધેડની હત્યાનો બનાવ બન્યો. ગેરકાયદેસર બાંધકામ બાબતે 4 શખ્સોએ રાજારામ મદ્રાસીને હાટકેશ્વર તેના ઘર પાસેથી બાઇક પર મોદીનગર લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે 2 આરોપી હરીશ નાયકર અને માધવ નાયકરની CCTV આધારે ધરપકડ કરી છે. જ્યારે અન્ય 2 આરોપીને શોધવા તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:- Health Minister નીતિન પટેલની ચેતવણી, બધા લોકોએ રસી લેવી જરૂરી અને જો કોઈ વેક્સીન નહીં લે તો...


રાજારામ મદ્રાસી હાટકેશ્વરમાં રહે છે અને વર્ષોથી નિવૃત જીવન ગુજારે છે, પરંતુ શનિવારની સાંજ તેમની અંતિમ સાંજ બની. ફરિયાદી રાજારામ મદ્રાસીએ 15 વર્ષ અગાઉ ચીનેયા નાયકર, માધવન નાયગર, હરીશ નાયકર, ચંદુ નાયકર સામે અમરાઈવાડીના મોદીનગરમાં આવેલ તેમના 4 મકાનની બાજુ આવેલ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્ટમાં કેસ કર્યો છે. જેના મુદ્દે અવર નવાર બોલાચાલી થતી અને આજ જમીન વિવાદને લઈને શનિવાર સાંજે જ્યારે રાજા મદ્રાસી એક્ટિવા લઈને ગેસનો બાટલો લેવા જતા હતા ત્યારે તેમના એક્ટિવા સાથે બાઇક અથડાવીને આ 4 આરોપીઓ બાઇક પર લઈ ગયા હતા અને હત્યા કરી મૃતદેહ ત્યાંજ ફેંકી દીધો હતો.


આ પણ વાંચો:- કેન્દ્રીય મંત્રી દેવુસિંહએ લીધા મા અંબાના આશીર્વાદ, અંબાજીથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ


પોલીસ પેટ્રોલિંગની વાતો વચ્ચે ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો અને તેનાજ કારણે હત્યા કરતા પણ અચકાતા નથી. ત્યારે ગુનેગારોમાં પોલીસનો ભય ઉભો થાય તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube