અમદાવાદની સગીરાને લાગ્યું BTS બેન્ડનું વળગણ, કોરિયા જઈને લગ્ન કરવાની જીદે ચઢી
સાઉથ કોરિયન બેન્ડ બીટીએસની પોપ્યુલારિટી વધી રહી છે. યંગસ્ટર્સ તથા ટીનેજર્સમાં બીટીએસ બેન્ડનો ક્રેઝ વધી રહ્યો છે. આ ક્રેઝ હવે પાગલપન તરફ ધકેલાઈ રહ્યો છે. અમદાવાદની એક સગીરા બીટીએસ બેન્ડ પાછળ એવી પાગલ થઈ કે તેનુ કાઉન્સેલિંગ કરાવવાની જરૂર પડી. હાલ સગીરા સારવાર હેઠળ છે. તેણે માતાપિતા સામે જીદ પકડી કે, તેને કોરિયા જઈને લગ્ન કરવા છે.
અમદાવાદ :સાઉથ કોરિયન બેન્ડ બીટીએસની પોપ્યુલારિટી વધી રહી છે. યંગસ્ટર્સ તથા ટીનેજર્સમાં બીટીએસ બેન્ડનો ક્રેઝ વધી રહ્યો છે. આ ક્રેઝ હવે પાગલપન તરફ ધકેલાઈ રહ્યો છે. અમદાવાદની એક સગીરા બીટીએસ બેન્ડ પાછળ એવી પાગલ થઈ કે તેનુ કાઉન્સેલિંગ કરાવવાની જરૂર પડી. હાલ સગીરા સારવાર હેઠળ છે. તેણે માતાપિતા સામે જીદ પકડી કે, તેને કોરિયા જઈને લગ્ન કરવા છે.
આજના ટીનેજર્સ જલ્દીથી એડિક્શન તરફ વળી રહ્યાં છે. સારી આદતો કરતા તેમનામાં ખરાબ આદતો જલ્દી લાગી રહી છે. આ કારણે તેમના સ્વભાવમાં બદલાવ આવી રહ્યો છે. સાથે તેમને વળગણ પણ જલ્દી લાગે છે. આવામાં અમદાવાદની એક સગીરા સાઉથ કોરિયન મ્યૂઝિક બેન્ડ ગ્રૂપ BTS ની ફેન બની, બાદમાં તેને BTS ની આદત લાગી ગઈ. તે મોબાઈલમાં સતત વ્યસ્ત બનવા લાગી. સગીરાને કોરિયાના BTS બેન્ડની લત લાગતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. જ્યારે અન્ય એક બાળકનું કાઉન્સેલિંગ અને સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : અમરેલીની માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ, વન વિભાગે મેગા ઓપરેશનથી આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો
BTS બેન્ડની લત લાગ્યા બાદ તે તેના માતાને કહેવા લાગી કે, તેને BTS બેન્ડના વીડિયો બનાવનાર મુખ્ય પાત્ર સાથે લગ્ન કરવા છે. તે તેને કોરિયામાં જઈને મળવા માંગે છે. તે મ્યૂઝિક ગ્રૂપ સાથે જોડાવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ અનેક બાળકો અને ટીનેજર્સમાં બીટીએસનો શોખ જાગ્યો છે. જેઓ આખો દિવસ મોબાઈલમાં તેમના ગીતો જોયા કરે છે. જેને કારણે માતાપિતાનુ ટેન્શન વધી ગયુ છે. આવામાં પણ જો માતાપિતા બંને નોકરી કરતા હોય તેવા કેસમાં બાળકોને આ એડિક્શન લાગવાની શક્યતા વધુ છે.