Ahmedabad Missing School Student અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનાં ધોરણ નવમાં અભ્યાસ કરતો ગુમ થયેલો વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી વિદ્યાર્થી બદલાયેલા કપડામાં મળી આવતા અનેક સવાલ પેદા થયા છે. પરંતુ બાળક સુરક્ષિત મળી આવતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ રેલવે સ્ટેશન પરથી મળી આવેલું બાળક જે સમયે રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગુમ થયું હતું, તે સમયે વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં દરવાજાની બહાર જતો નજરે પડ્યો હતો. પરંતુ રેલવે સ્ટેશન ઉપરથી મળી આવેલો વિદ્યાર્થી જુદા જ કપડામાં મળી આવતા અનેક સવાલ પેદા થયા. સુરક્ષિત મળી આવેલા વિદ્યાર્થી સાથે જ્યારે અમે વાત કરી ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે જે સમયે તે સ્કૂલની અંદર આંકડા ઉપર બેઠો હતો, તે સમયે તેની પાસેથી પસાર થઈ રહેલા વ્યકિતએ તેને પોતાની પાસે બહારની તરફ આવવા માટે કહ્યું અને ઇશારો કરીને પોતાની તરફ બોલાવ્યો હતો. આ અજાણી વ્યક્તિએ બોલાવતા વિદ્યાર્થી બાંકડા પરથી ઉભો થઈ તેની પાછળ ગયો અને એ અજાણી વ્યક્તિત્વ દ્વારા તેને લાલ બસમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો. આ બાળક રેલવે સ્ટેશન કેવી રીતે પહોંચ્યું એ અંગે વિદ્યાર્થીએ પોતાને કાઈ જાણ ન હોવાનું રટણ કર્યું. જો કે એ અજાણી વ્યક્તિ તેને રેલ્વે સ્ટેશન સુધી લઈ ગઈ હોવાની વિદ્યાર્થીએ વાત કહી. એ અજાણી વ્યકિતએ ધોતી પહેરી હતી અને હાથમાં લાકડી હતી તે પ્રકારનું વિદ્યાર્થીએ નિવેદન આપ્યું છે.


આ પણ વાંચો : 


‘હું ગુજરાતના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપું છું’ શુ થયું હતું એ સમયે જાણવા જેવુ છ


સ્ટંટ કરવાના ચક્કરમાં ઈજ્જતના થયા ધજાગરા, ઊંધા માથે પટકાતા નીકળી ગયુ પેન્ટ


કાગળની જેમ હવામાં ઉડી કાર, વીડિયોમાં જુઓ કુદરતનું રૌદ્ર રૂપ


બે દિવસ સુધી રેલવે સ્ટેશન ઉપર શું કર્યું તે અંગે પૂછવામાં આવતા વિદ્યાર્થીએ કહ્યું કે જે વ્યક્તિ તેને લઈ ગયો હતો તેણે તેને જમાડ્યો પણ હતો. બટાકાનું શાક અને રોટલી પોતે જમ્યાનું તેણે નિવેદન આપ્યું છે. વિદ્યાર્થીએ કહ્યું કે, જ્યારે એ અજાણી વ્યક્તિ તેને રેલ્વે સ્ટેશન સુધી લઈ ગયો, તે વખતે એક મૂંગા વ્યક્તિએ તે વ્યક્તિ સાથે ન જવા આ ઇશારો કરીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થીએ કહ્યું કે તે સમયે પોતે કાંઈ સમજી શક્યો નહીં અને આખરે એ વ્યક્તિ રેલવે સ્ટેશન ઉપર આ બાળકને લઈને પહોંચ્યું હતું. બાળકે કહ્યું કે રેલવે સ્ટેશન ઉપર પણ તેની કોઈએ મદદ કરી ન હતી.


ઘરમાં પ્રસંગ હોય તેમ ચૌધરી સમાજના લોકો કામે લાગ્યા, અર્બુદા માતા રજતમહોત્સવની તૈયારી