AHMEDABAD: એકાંત માણતા વેપારીઓ પાસેથી PI અને PSI પડાવતા પૈસા, ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ
વેપારીઓને ટાર્ગેટ કરીને મિત્રતા કેળવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગ સાથે PI ની સંડોવણી સામે આવ્યા બાદ વધારે એક PSI ની સંડોવણી પણ બહાર આવી છે. આ ગેંગમાં અત્યાર સુધી મહિલા PI સહિત કુલ 8 લોકોની ધરપકડ થઇ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકો મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ કાંડમાં હવે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વનાં PSI જે.કે બ્રહ્મભટ્ટ પણ આ હની ટ્રેપ ગેંગમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ : વેપારીઓને ટાર્ગેટ કરીને મિત્રતા કેળવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગ સાથે PI ની સંડોવણી સામે આવ્યા બાદ વધારે એક PSI ની સંડોવણી પણ બહાર આવી છે. આ ગેંગમાં અત્યાર સુધી મહિલા PI સહિત કુલ 8 લોકોની ધરપકડ થઇ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકો મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ કાંડમાં હવે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વનાં PSI જે.કે બ્રહ્મભટ્ટ પણ આ હની ટ્રેપ ગેંગમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી ચુક્યા છે. આ ગેંગનો માસ્ટર માઇન્ડ ડિસમિસ થયેલો પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી છે. આ ઉપરાંત તેની સાથે બિપિન પરમાર નામનો વકીલ છે. ઉન્નતી રાજપુત આ તમામ લોકો સાગરીતો સાથે મળીને 50થી 60 વર્ષનાં વેપારીઓને ટાર્ગેટ બનાવતા હતા. તેમની પાસેથી સમાધાનના નામે તોડ કરતા હતા. આ કામમાં પીઆઇ તથા પીએસઆઇ સહિતનાં લોકોનો પણ સાથ મળતો હતો.
આ મુદ્દે ક્રાઇમબ્રાંચ દ્વારા થોડા દિવસો અગાઉ પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ગેંગનો માસ્ટર માઇન્ડ જીતેન્દ્ર મોદી ફેસબુકમાં મહિલાઓનાં નામે એકાઉન્ટ બનાવતો હતો. ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને મિત્રતા કરતો હતો. મેસેન્જર પર વાત કરીને મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામે અન્ય યુવતી જ્હાન્વી સાથે વાત કરાવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube