હાર્દિક દીક્ષિત, વડોદરા: વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની અમિટી હોટલમાં અમદાવાદમાં નાણાં ધીરનારનો ધંધો કરતા ફાઇનાન્સરના અપ મૃત્યુ મામલે સયાજીગંજ પોલીસે 10 જણા વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરની સયાજીગંજની અમિટી હોટલમાં ગતરોજ એક ઇસમે હોટલ રૂમમાં ગળે ફાસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કરજણ પેટા ચૂંટણી: પાટલી બદલ્યા બાદ અક્ષય પટેલની જીત સામે મોટો સવાલ, જાણો કેમ


હોટલનો દરવાજો બંધ હોય અને કોઈ જવાબ ન મળતા આ મામલે હોટલ અમિટીના મેનેજરે સયાજીગંજ પોલીસ તેમજ વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારે ઈસમનો મૃતદેહ પંખે લટકતો નજરે પડ્યો હતો. પોલીસે મૃતકનો મૃતદેહ નીચે ઉતારી તપાસ કરતા એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.


આ પણ વાંચો:- પેટા ચૂંટણી: જાણો પાટીદાર અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ ધરાવતી કરજણ બેઠકનું ગણિત


મૃતક અમદાવાદના બોપલ વિસ્તારના અને નાણાં ધીરનારનો ધંધો કરતા અલ્પેશ નાનાજી ભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું અને સ્યુસાઈડ નોટમાં નાગર્જુન ભાઈ, ભરતભાઇ ભૂતિયા, નારેન્દ્રસિંહ વાઘેલા, મેઘરાજભાઈ, સનાથલ ગામના અનિરુદ્ધસિંહ, ગોધવી ગામના મુકેશભાઈ વાઘેલા, લાલો વાઘેલા, લકી વાઘેલા, ભરત સિંહ જોધા તથા અમદાવાદ બાપુનગરના અમિત ખૂટ સાથે અલ્પેશભાઈ પટેલ ફાઇનાન્સને લાગતી નાણાં આપવા મુકવાની કામગીરી કરતા હતા.


આ પણ વાંચો:- સબંધોનું ખૂન: રાજકોટમાં પુત્ર જ બન્યો પોતાના પિતાનો કાળ, જાણો શા માટે કરી હત્યા


આ તમામ લોકો અલ્પેશ ભાઈ પાસેથી બળજબરી પૂર્વક નાણાં કઢાવવા અવારનવાર નાણાંની માંગણી કરીને અલ્પેશભાઈ તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતા હતા. અલ્પેશ ભાઈને મરવા માટે મજબૂર કર્યા હોવાનું કારણ સ્યૂસાઈડ નોટમાં જણાઈ આવતા સયાજીગંજ પોલીસે આ તમામ વિરુદ્ધ દુષપ્રેરનાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube