અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઇતિહાસમાં પહેલી વાર એક સાથે 1200 કરોડનો પ્રોજેકટ શરૂ કરાયો છે. શહેરના પૂર્વ વિસ્તારની સૌથી મોટી સમસ્યા એવી ખારીકટ કેનાલ હવે ભુતકાળ બનવા તરફ જઇ રહી છે. આગામી માર્ચ 2024 સુધી સાત કિમી કામ પૂર્ણ કરવાનો અંદાજ છે. આખા પ્રોજક્ટની વિગતવાર માહિતી જાણવા માટે તમારે આખો આર્ટિકલ વાંચવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈતિહાસમાં પહેલીવાર-
અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં આવેલ નરોડા સ્માશન ગૃહ થી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું નવીનીકરણ થઇ રહ્યું છે. પૂર્વ અમદાવાદ માટે એક મોટી સમસ્યા બનેલી ખારીકટ કેનાલ નવીકરણ અને કેનાલ બંધ કરવા એએમસીએ કામગીરી હાથ ધરી છે. કેનાલ બંધ કરવા પાછળ અંદાજીત 1200 કરોડથી વધુ રકમ ખર્ચે કરાશે. જે એએમસીના ઇતિહાસમાં કોઇ એક પ્રોજેકટ માટે ખર્ચ થતી હોય તેવી પહેલી યોજના હશે. 


શહેરના પૂર્વ વિસ્તાર અંદાજીત 12.7કિમી લાંબી ખારીકટ કેનાલ બંધ કરી તેના પર બોક્ષ બનાવી ડેવલપ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ સંયુક્ત કામગીરી કરી રહ્યા છે. રૂ.600 કરોડ રાજ્ય સરકાર અને 600 કરોડ એએમસી ચૂકવશે.. કેનાલ નવીનીકરણ અતંર્ગત કેનાલને પ્રિ-કાસ્ટ બોક્સથી બંધ કરાશે. કેનાલ પર વિશાળ રોડ બનશે, જેનાથી એસપી રીંગ  સમકક્ષ એક નવો રોડ પૂર્વ અમદાવાદના શહેરીજનોની ટ્રાફીકની સમસ્યામાં ઘટાડો કરશે. કેનાલના પ્રિ-કાસ્ટ બોક્ષ ઝડપથી બંને તે માટે ચાર કોન્ટ્રાક્ટરો દ્વારા કામ ચાલી રહ્યુ છે. જે અંતર્ગત હાલ 650 મીટર લંબાઇમાં બન્ને તરફ ડાયા ફ્રેમ વોલ પણ તૈયાર કરી દેવાઇ છે.  આગામી 2024ના માર્ચ મહિનામા સુધીમાં સાત કિમી કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.


કોર્પોરેશનની વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતિન પટેલના જણાવ્યા મુજબ એએમસી દ્વારા નરોડા સ્માશન ગૃહ થી વિઝોલ વહેળા સુધીની આશરે 12760 મીટર લાંબી કેનાલનો વિકાસ કરી પ્રિકાસ્ટ બોક્ષ કેનાલ અને આરસીસી સ્ટ્રોમ વોટર બોક્ષ તેમજ ડ્રેનેજના પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નાંખવા આવી રહી છે.. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવા કેનાલ પર રોડ અને સ્ટ્રીટ લાઇટ બનાવાનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે . ખારીકટ ડેવલોપમેન્ટને કારણે શહેરીજનોની સુવિધામાં વધારો થશે.