અમદાવાદ કોર્પોરેશનમાં અધિકારી રાજ : રેવન્યુ કમિટીના ચેરમેનને ગાંઠતા નથી
Ahmeadabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉંધો ઘાટ સર્જાયો છે. અહીં સત્તા પક્ષનાં પદાધિકારીઓ અધિકારીઓ પર પોતાની મનમાની કરવાનો અને સવાલોનાં જવાબ ન આપવાનો આક્ષેપ કરી રહ્યા છે
Ahmedabad News : અધિકારીઓ પદાધિકારીઓને નથી ગાંઠતા!... AMCમાં અંધેર નગરી જેવો ઘાટ સર્જાયો... રેવન્યુ કમિટીના ચેરમેનને અધિકારીઓ જવાબ નથી આપતા... કથિત કૌભાંડની માહિતી મેળવવા જૈનિક વકીલે 3 પત્ર લખ્યા... આઠ મહિનાથી અધિકારીઓ જૈનિક વકીલને ગાંઠતા નથી... અધિકારીઓની મનમાની સામે સત્તાધીશો લાચાર
Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી રાજ હોય તેવો ઘાટ સર્જાયો છે. અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી. રેવન્યુ કમિટીના ચેરમેનના સવાલોનાં જવાબ અધિકારીઓ નથી આપતા...
સામાન્ય રીતે વિપક્ષના નેતાઓ સત્તા પક્ષ પર પોતાની વાત ન સાંભળવાનો આક્ષેપ કરતા હોય છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉંધો ઘાટ સર્જાયો છે. અહીં સત્તા પક્ષનાં પદાધિકારીઓ અધિકારીઓ પર પોતાની મનમાની કરવાનો અને સવાલોનાં જવાબ ન આપવાનો આક્ષેપ કરી રહ્યા છે. એક રીતે ચૂંટાયલા પદાધિકારીઓ અધિકારીઓ સામે લાચાર બની ગયા છે. આ પત્ર તેનો પુરાવો છે.
આ પણ વાંચો :
બીજાને તમારુ વાહન આપતા પહેલા સો વાર વિચારજો, નહિ તો લેવાના દેવા થશે, વાંચો આ કિસ્સો
દીકરી પિતાના હાથમાં પણ સલામત નથી, પિતાને કરવા હતા દીકરી સાથે લગ્ન, ગુજરાતને શર્મસાર
ખુદ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે આ વાત સ્વીકારી છે. માર્ચ-એપ્રિલ 2022માં એક ટેક્સ બિલની રકમમાં બારોબાર ફેરફાર કરાયો હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડની માહિતી મેળવવા રેવન્યુ કમિટીના ચેરમેને વિજિલન્સ ખાતાના અધિકારીને પત્ર લખ્યો હતો. 8 મહિનાથી ત્રણ વખત પત્ર દ્વારા માહિતી માગી હોવા છતા અધિકારીઓ જવાબ આપતા નથી આપતા.
જૈનિક વકીલે ફરી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. તો આ તરફ કોંગ્રેસને ભાજપ પર નિશાન સાધવાની તક મળી છે. કોંગ્રેસે અધિકારીઓ સામે ભાજપનાં સત્તાધીશોને લાચાર ગણાવ્યા છે.
અહીં સવાલ એ ઉભો થાય છે કે જો અધિકારીઓ સત્તાધીશોને જવાબ ન આપતા હોય તો એક સામાન્ય નાગરિકની શું હાલત થાય...આ એક ગંભીર બાબત છે. જો અધિકારીઓ બેફામ રીતે વર્તતા હોય તો તેમના પર લગામ લગાવવી જરૂરી છે...આમ ક્યારે થા છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો :
નલિયાએ સૌથી વધુ ઠંડુગાર રહેવાનો રેકોર્ડ તોડ્યો, 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે થીજ્યું
માત્ર નલિયામાં જ ઠંડીનો પારો સાતમા આસમાને પહોંચે છે, કેમ? એક્સપર્ટે જણાવ્યા કારણ