ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા અંતે એસીબીની ગીરફતમાં આવ્યા છે. થોડા સમય પહેલા 29મી જાન્યુઆરી 2024 ના રોજ સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કરો જલસા! ગુજરાતીઓના 'હાઈ ફાઈ' જીવન ધોરણ માટે ગુજરાત સરકારે ફાળવ્યા 1032 કરોડ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ રાણા પાસે અપ્રમાણસર મિલકત હોવાની અરજી એસીબીને મળી હતી. જેની તપાસ કરતા અલગ અલગ ત્રણ જેટલા મકાનો અને ફિક્સ ડિપોઝિટ સહિત કુલ 2 કરોડ 75 લાખ 18 હજારથી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જે મિલકત 1 એપ્રિલ 2010 થી 31 માર્ચ 2020 સુધીના સમયગાળા દરમિયાન સુનિલ રાણા એ પોતાના અને પત્ની તેમજ બાળકોના નામે વસાવી હતી. સુનિલ રાણા એ પોતાની આવક કરતા 306.11% વધુ અપ્રમાણસર મિલકત રાખતા તેની સામે ગુનો દાખલ કરાયો હતો. 


40 વર્ષ પહેલાં જે ગુજરાતીઓએ ભાજપનું નામ દેશમાં ગજવ્યું ત્યાં જ ડખા, ભાજપ નથી કરી...


જે કેસમાં તપાસ કરતા વધુ 40.38 લાખની FD અને 9 સેવિંગ ખાતા માંથી 15 લાખ રકમ એમ કુલ 55 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. આ અંગે એસીબી ખાતે ગુનો નોંધાયા બાદ સુનિલ રાણા છુપાતો ફરતો હતો. તેણે સેશન્સ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી નામંજૂર તથા અંતે તે એસીબી સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરી છે. તપાસ કરતા સુનીલ રાણા વર્ષ 1997 માં સબ વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે કોર્પોરેશનમાં જોડાયો હતો અને 2011 માં પ્રમોશન થયું હતું તેનો પગાર હાલ 1,21,000 ની આસપાસ છે. 


લોકસભામાં ભાજપ OBCના સહારે: ગુજરાતમાં પાટીદારો થયા સાઈડલાઈન, જાણો કોણ કોના પર ભારે


આ મામલે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તે અત્યાર સુધી ક્યાં ફરાર હતો અને કોણે તેને મદદ કરી તે તમામ દશામાં પૂછપરછ માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં સૌથી મોટો નિર્ણય; આખરે ભૂપેન્દ્ર 'દાદા' વ્હારે આવ્યા!