Ahmedabad Budget: આવતીકાલે રજૂ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ, સૂત્રોએ જણાવી મોટી વાત
આવતીકાલે (બુધવાર) રજૂ થનારું ડ્રાફ્ટ બજેટ પણ ગત વર્ષની જેમ જ વાસ્તવિક રહી શકે તેમ છે. વર્ષ 2019-20 માં કોરોના અસરને લીધે કમિશ્નરે અગાઉના બજેટ બજેટ કરતા 2021-22 માં રૂ.1432 કરોડનો ઘટાડો કર્યો હતો.
ઝી ન્યૂઝ/અમદાવાદ: મોદી સરકારે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ જાહેર કર્યું છે. હવે આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. મ્યુનિ. કમિશનર લોચન શહેરા સ્ટે.કમિટીમાં વર્ષ 2022-23 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. ગત વર્ષે મ્યુનિ. કમિશ્નર મુકેશ કુમારે રૂ.7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.
આવતીકાલે (બુધવાર) રજૂ થનારું ડ્રાફ્ટ બજેટ પણ ગત વર્ષની જેમ જ વાસ્તવિક રહી શકે તેમ છે. વર્ષ 2019-20 માં કોરોના અસરને લીધે કમિશ્નરે અગાઉના બજેટ બજેટ કરતા 2021-22 માં રૂ.1432 કરોડનો ઘટાડો કર્યો હતો. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીના વર્ષમાં નવા કોઈ કરવેરાનો બોજ નહિ રહે. કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં સુધારા કરી ભાજપી શાસકો આખરી બજેટ રજૂ કરશે.
વર્ષ 2021-22 માટેનું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) નું વર્ષ 2021 2022 નું ડ્રાફ્ટ બજેટ (Budget) મ્યુનિસિપલ કમિશનરે રજુ કર્યું હતું. આ બજેટ (Budget) માં કોરોના (Corona) ની અસરના પગલે બજેટના કદમા ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો. કમિશનરે 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ (Budget) રજૂ કર્યું હતું. જે ગત વર્ષ કરતાના ડ્રાફ્ટ બજેટ કરતા 1432 કરોડનો ઘટાડો જોવા જોવા મળ્યો હતો.
ગત વર્ષના બજેટમાં ઘોડાસર, પ્રગતિનગર, સતાધાર અને નરોડા પાટિયામાં 4 નવા ફ્લાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે બોપલ-ઘુમા વિસ્તારમાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરવાની જાહેરાત કરાઈ હતી. ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે અમદાવાદીઓને રાહત આપતા સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહનવેરામાં કોઈ વધારો કર્યો નહોતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube