ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદનો કૌભાંડી બ્રિજ એટલે હાટકેશ્વર ઓવર બ્રિજ મામલે વધુ એક આરોપીની ખોખરા પોલીસે ધરપકડ કરી છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 8 આરોપીની ધરપકડ થવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ સંસદમાં આપી ફ્લાઈંગ કિસ? અનેક મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ, Video


ખોખરા પોલસની ગીરફતમાં ઉભેલા આ શખ્સનું નામ સતીશ વિનોદભાઈ પટેલ છે. જે AMCમાં ટેકનિકલ સુપરવાઈઝર તરીકે ફરજ પર છે. જો આ કૌભાંડી બ્રિજમાં આ ઝડપાયેલ આરોપીની ભૂમિકાની વાત કરવામાં આવે તો સતીશ પટેલે જ્યારે બ્રિજ બનતો હોય ત્યારે સ્થળ પર જઈને બ્રિજ બની રહેલો હોય તેની કોંક્રેનની ગુણવત્તા તપાસવાની જવાબદારી હોય છે.


'તમે ભારત માતાના રક્ષક નથી હત્યારા છો, મણીપુરમાં ભારત માતાની હત્યા કરી હતી': રાહુલ


ત્યારે આરોપી સતીશ પટેલે પોતાની ભૂમિકામાં શું શું બેદરકારી રાખી છે તેને લઈને ખોખરા પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે. જો ઝડપાયેલ આરોપીની વાત કરવામાં આવે તો AMCમાં સતીશ પટેલ 10 વર્ષથી વર્ગ-3માં કાર્યરત છે, ત્યારે ખોખરા પોલીસને આ બ્રિજમાં થયેલ કૌભાંડમાં શું શું પુરાવા મળે છે એ તપાસના અંતે જણાશે. 


આગામી 5 દિવસ કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગની આગાહી વાંચ્યા વગર બહાર ન નીકળતા