ઉદય રંજન/અમદાવાદ :અસલાલી- હાથીજણ રોડ પર બે પ્લાસ્ટિકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળી આવી હતી. આ કિસ્સામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક યુવકની ધરપકડ કરી છે. 12 લાખ રૂપિયાની લેતીદેતી મામલે ગોમતીપુરના યુવકની તેના જ  ભાગીદારે ગળુ દબાવીને હત્યા (Murder) કરી હોવાનું ખૂલ્યું છે. તેમજ ત્રણ કલાક સુધી કાપડ કાપવાના કટરથી લાશના કટકા કરીને બે કોથળીમાં પેક ભરી દીધા હતા અને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. જેમાં માથું અને હાથના ભાગને રામોલ કેનાલમાં ફેંક્યા હતા અને બીજા અંગોને અસલાલી વિસ્તારમાં ફેંક્યા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે રવિવારે રામોલ કેનાલમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું ,જેમાં ફાયર વિભાગ અને અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસએ કલાકો સુધી શોધખોળ શરૂ કરી હતી પણ પોલીસના હાથે કઈ જ ના લાગ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા જેવું આબેહુબ રામ મંદિર ગુજરાતમાં બન્યું, લોકોએ કહ્યું-અહીં અયોધ્યા જેવી ધન્યતા અનુભવાય છે  


અમદાવાદના રામોલ વિસ્તારના ખારીકટ કેનાલ પાસે ગત રવિવારે એસપી રિંગ રોડ પર હાથીજણ તરફ સર્વિસ રોડ પર ચાની કિટલી નજીક બે પ્લાસ્ટિકની થેલીમાં અત્યત દૃગંધ મારતી હતી. ચાની કીટલી ધરાવતા વ્યકિતએ તરત જ પોલીસને જાણ કરી હતી. અસલાલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પોલીસે પ્લાસ્ટિકની થેલી ખોલીને તપાસ કરતા તેમાં માથા વગરની અને ટુકડા કરેલી લાશ મળી હતી. અત્યંત ક્રૂર હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા અસલાલી પોલીસ, એલસીબી, એસઓજીની ટીમોએ ઘટના સ્થળથી આસપાસના સીસીટીવી ફૂટેજ અને લાશની ઓળખ શરૂ કરી હતી. જેમાં તપાસમાં સામે આવ્યું હતું કે, ગોમતીપુરનો સાકીર શેખ નામનો યુવક કેટલાક દિવસથી ગુમ થયો હોવાથી તેના પરિવારે અસલાલી પોલીસનો સંપર્ક કર્યો હતો. 


અમદાવાદના બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા 


પોલીસે યુવકના DNA ટેસ્ટ માટે FSLમાં મોકલ્યા હતા. જેના બાદ તપાસ કરતા એક શંકાસ્પદ વ્યક્તિ એક્ટિવા અને રીક્ષા પાસે ઘટના સ્થળ નજીક દેખાયો હતો. પોલીસે અસલાલીથી ઇસનપુર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા, જેમાં ઇસનપુર સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજમાં બે પ્લાસ્ટિકની થેલીઓ લીને રીક્ષાચાલક જતો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે રીક્ષા નંબરના આધારે પોલીસે રીક્ષાચાલકની અટકાયત કરી હતી. જેની પૂછપરછ કરતા ગોમતીપુરના મતબુલ શેખ નામના યુવકે 300 રૂપિયા આપી બે પ્લાસ્ટિકની થેલી અસલાલી સુધી લાવવાનું કહ્યું હતું. 


લૂંટ માટે નવી મોડસ ઓપરેન્ડી : પુષ્કરથી આવી રહેલા 56 મુસાફરો પર 15 લૂંટારુઓ તૂટી પડ્યા... 


પોલીસની કડી મળી જતા તેને ઝડપવા તેના ઘરે પહોંચી હતી. પરંતુ તે ઘરે મળી આવ્યો ન હતો. મતબુલ શેખ ઉતરપ્રદેશ જતો રહ્યો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે મતબુલને પકડવા માટે એક ટીમ યુપી રવાના કરી હતી. ઉત્તરપ્રદેશ પહોંચેલી અસલાલી પોલીસને જાણ થઇ કે મતબુલ પ્લેન મારફતે અમદાવાદ આવી રહ્યો છે. મતબુલ અમદાવાદ આવ્યો ત્યારે અસલાલી પોલીસે તેની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી. જ્યા તેણે જ આ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદ જિલ્લા પોલીસની આ કામગીરી હજુ બે દિવસ સુધી ચાલુ રહેશે તેવું અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી કે.ટી કમરીયાએ જણાવ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube