મોબાઈલ માટે મર્ડર: હે ભગવાન!!! મોબાઇલ કરતાં માણસના જીવની કિંમત ઓછી, 4ની ધરપકડ
અમદાવાદ (Ahmedabad) ના મેમ્કો રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પાસે તાજેતરમાં જ યુવકની થયેલી હત્યા મામલે પોલીસે 4 લબરમુછીયાની ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે હત્યાના ગુનામાં તમામ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ મોબાઈલ લુંટને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના મેમ્કો રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પાસે તાજેતરમાં જ યુવકની થયેલી હત્યા મામલે પોલીસે 4 લબરમુછીયાની ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે હત્યાના ગુનામાં તમામ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ મોબાઈલ લુંટને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.
અમદાવાદ (Ahmedabad) ના મેમ્કો વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન નજીક એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતા 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહની હત્યાના ગુનામાં પોલીસે કરણ ઉર્ફે જાડીયો પટણી, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, રાકેશ ઉર્ફે વિશાલ પટણી અને ચિરાગ ઊર્ફે ચીન્ટુ પટણીની ધરપકડ કરી છે.
AMC નો આદેશ, આજથી અમદાવાદમાં પાન પાર્લર અને ચાની કિટલીઓ અનિશ્ચિતકાળ સુધી રહેશે બંધ
આરોપીઓએ યુવકના પગના ભાગે છરીના ઘા ઝીકીને હત્યા કરીને મૃતદેહ ફેકવામા આવ્યો હતો.મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહનો મોબાઈલ પડાવી લેવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો જેનો પ્રતિકાર કરતા આ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.
કોરોના કેસ વધતાં મુખ્યમંત્રી પાટણ પહોંચ્યા, કોરોના પર કાબૂ મેળવાવા તંત્રને આપ્યા આ સૂચનો
પોલીસ (Police) તપાસમા સામે આવ્યુ કે મૃતક રાજનારાયણ મૂળ ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) નો રહેવાસી છે. અને બાપુનગરની શ્રી રામદેવ ઈન્ડસ્ટ્રીઝમા મજૂરી કરતો હતો. હત્યાની રાતે તે રિક્ષામાં બેસી ઘર તરફ જઈ રહ્યો હતો તે સમયે આરોપીએ તેની પાસેથી મોબાઈલ ની માંગ કરી હતી.જે નહી આપતા આ હત્યા થઈ હતી.ઉપરાંત આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ તે નરોડા અને ત્યાંથી કૃષ્ણનગર ભાગ્યા હતા. જ્યાં તેમણે વધુ એક મોબાઈલ (Mobile) ની લુંટ ચલાવી હતી. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યુ કે તમામ આરોપી તાજેતરમાં જ 18 વર્ષ પુર્ણ કર્યા છે. અને મોબાઈલ લુંટવાની ટેવના કારણે હત્યાના ગુનામાં જેલના સળીયા ગણવાનો સમય આવ્યો છે. પરંતુ સામાન્ય મોબાઈલ માટે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube