મૌલિક ધામેચા, અમદાવાદ: અમરાઈવાડી (Amraivadi) માં ન્યુ જ્યભવાની નગરમાં એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા (Murder) કરી લેતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે. ઘટનાની વાત કરીએ તો ન્યુ જ્યભવાની નગરમાં રહેતો યોગેન્દ્રભાઈ પરમાર પોતાના ઘર નજીક ઉભા હતા. ત્યારે અમૃતાનગરમાં રહેતા સંજય ચાવડાએ યોગેન્દ્ર પર છરીથી હુમલો કર્યો હતો. યોગેન્દ્રને સારવાર માટે એલ.જી હોસ્પિટલ (LG Hospital) માં લઈ જાય તે પહેલાં જ મોત નીપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાથી આખો પરિવાર આઘાતમાં છે. કારણ કે યોગેન્દ્રભાઈ એક ઝઘડામાં છોડાવવા વચ્ચે પડ્યા હતા. જેની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. આરોપી સંજય ચાવડા બુટલેગર હોવાનો પરિવાર આક્ષેપ કર્યો છે. દારૂનો ધધો કરીને આતંક મચાવે છે. આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે.જ્યારે મૃતક યોગેન્દ્રભાઈ મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 

Dadra Nagar Haveli: લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં પાટીલનો શિવસેના પર પ્રહાર


અમરાઈવાડી (Amraivadi) માં સામાન્ય બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારે મૃતક યોગેન્દ્ર ઝઘડામાં વચ્ચે પડીને બન્ને પક્ષને છોડાવ્યા હતા અને ઝઘડો કરવા બાબતે ઠપકો આપતા આરોપી સંજયે ઝઘડામાં વચ્ચે કેમ આવ્યો તેવું કહીને છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી. આ હત્યા (Murder) ને લઈને અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. અમરાઈવાડી વિસ્તારમાં આરોપીઓના કારણે રહીશો પરેશાન છે. અગાઉ પણ અનેક લોકો પર હુમલા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી અમરાઈવાડી પોલીસે (Police) જુદી જુદી ટીમો બનાવી ને આરોપીની શોધખોળ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube