અમદાવાદ શહેરમાં હત્યા સિલસિલો યથાવત: કચરો નાખવા જેવી સામાન્ય બાબતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો
શહેરના જનતા નગરમાં રહેલા ઇતબર અકરમ પઠાણ નામના ૧૮ વર્ષીય યુવકની તીક્ષ્ણ હત્યા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતરી દીધો છે. સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવી છે. અમદાવાદ ના શમા રો હાઉસમાં રહેતા સલમાનને રિઝવાન ખાન પઠાણ અને બિસ્મિલ્લા ખાન પઠાણ વચ્ચે કચરો નાખવા બાબતે બોલાચાલી થઈ હતી.
અમદાવાદ: શહેરના જનતા નગરમાં રહેલા ઇતબર અકરમ પઠાણ નામના ૧૮ વર્ષીય યુવકની તીક્ષ્ણ હત્યા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતરી દીધો છે. સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવી છે. અમદાવાદ ના શમા રો હાઉસમાં રહેતા સલમાનને રિઝવાન ખાન પઠાણ અને બિસ્મિલ્લા ખાન પઠાણ વચ્ચે કચરો નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે બને જાણ સામસામે આવી ગયા હતા.
જોકે સલમાને બબાલ વધી જતા ઈતબારને ફોન કર્યો હતો. ઇતબર અને તેના પિતા સલમાનના ઘરે પહોંચ્યા ત્યારે બબાલ વધી ગઈ હતી અને તેવામા ઇતબાર બબાલને પતાવા માટે વચે પડ્યો હતો અને તેવામાં રિઝવાન અને બિસ્મિલ્લા પઠાણે તીક્ષ્ણ હથિયાર કાઢીને ઈતબરને છાતીના ભાગે મારી હતી.
ઇજાગ્રસ્ત યુવકને એલ જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો. જોકે ઘટનાની જાણ રામોલ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં ઇતબર મદીના બાગ રહેતો હોવાનું સામે આવ્યું છે. ૫ મહિનાથી તે અમદાવાદ રહેતો હતો તે પહેલાં મુંબઈમાં કામ કરતો હતો. ત્યારે આરોપીઓ છૂટક મજૂરી કરતા હોવાનુ સામે આવ્યું છે. હત્યા કરનાર બે આરોપી પૈકી એક આરોપીની બિસ્મિલ્લા ઉર્ફે જગ્ગુ પઠાણની રામોલ પોલીસે અટકાયત કરીને વધુ પૂછપરછ સરૂ કરી છે. ત્યારે ફરાર આરોપી ને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube