Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : તહેવારના દિવસે જ ખૂની ખેલ ખેલાયો. નવા વર્ષના પહેલા દિવસે જ અમદાવાદ શહેરમા બે હત્યાના બનાવો બન્યા જેમાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં બે-બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કોણ છે આરોપી. શા માટે હત્યા કરી. જુઓ ક્રાઈમ રિપોર્ટમાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં આજથી 2 માસ પહેલા ખોખરાની જયંતિ વકીલની ચાલી પાસે સૂચિત મરાઠી અને પિયુષ મરાઠી એક રિક્ષા ચાલક સાથે ઝઘડો કરી રહ્યાં હતા અને મારા-મારી કરી રહ્યા હતા ત્યારે મેહુલ મકવાણા અને અજય મકવાણાએ વચ્ચે પડી ઝઘડો ન કરવા કહ્યું હતું ત્યારે સૂચિત મરાઠી અને પિયુષ મરાઠી રિક્ષા ચાલક સાથે ઝગડો બંધ કરીને મેહુલ મકવાણા અને અજય મકવાણા સાથે ઝગડો શરૂ કરી દીધો હતો. ત્યારે અજય અને મેહુલે જયંતિ વકીલની ચાલીના અન્ય મિત્રોને બોલાવી પિયુષ અને સૂચિતને માર માર્યો હતો. ત્યાર બાદ પિયુષ અને સૂચિત ત્યાંથી ભાગી ગયા હતા, પણ આ ઝગડાની ખાર રાખી સૂચિત અને પિયુષ છેલ્લા બે માસથી ફરી રહ્યા હતા.


નવેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાત પર ફરી આવશે આફત


જો હત્યાના બનાવના દિવસની વાત કરીએ તો, ગઈ તારીખ 1 નવેમ્બર, 2024ના રોજ જ્યારે અજ્ય અને મેહુલ ખોખરા સર્કલ નજીક કપડાની ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે જ સૂચિત અને પિયુષ પણ ખોખરા સર્કલ આવ્યા હતા. બન્ને પક્ષનાં લોકો એક-બીજાને જોઈ ગયા હતા. સૂચિત અને પિયુષ ઘરે ઘાતક હથિયારો લેવા ગયા. જયંતિ વકીલની ચાલી પાસે આવી મેહુલ અને અજય સાથે મારા-મારી કરી હતી. બંને પક્ષોએ બીજા મિત્રો અને સગાઓને બોલાવી લીધા હતા. બંને પક્ષે ઝગડો વધારે ઉગ્ર થઈ ગયો. અજયને છાતી-માથાના ભાગે તલવાર અને તીક્ષ્ણ હથિયારના ઘા વાગ્યા હતા. જ્યાં અજયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું  હતું. જ્યારે સૂચિત મરાઠીને પણ માથાના ભાગે પાઇપ વાગતા ગંભીર ઈજા થઈ હતી. જેને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે આ બનાવની જાણ થતા ખોખરા પોલીસે બંને પક્ષે સામે-સામે ફરિયાદ નોંધી હતી.


ખોખરા પોલીસે મૃતક અજય મકવાણા, મેહુલ  મકવાણા, દીપક અને જનક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં મેહુલ મકવાણા અને દીપકની ધરપકડ કરી છે, ત્યારે ખોખરા પોલીસે બીજા પક્ષે સૂચિત મરાઠી, પપ્પુ મરાઠી, સિધ્ધુ મરાઠી અને પિયુષ મરાઠી સામે હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓ પપ્પુ મરાઠી અને પિયુષ મરાઠીની ધરપકડ કરી લીધી છે. અને બાકીના આરોપીની ધરપકડ કરવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. હવે બાકીનાં આરોપીઓ ક્યારે પોલીસ પાંજરે પુરાય છે તે જોવુ રહ્યું.


બહેનપણી મરતાં જ એના પતિના પ્રેમમાં પડી ગઈ હતી હિરોઈન, અનેક અફેર છતાં હજુ કુવારી