મૌલિક ધામેચા/અમદાવાદઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ નશિલા ડ્રગ્સનો મોટો જથ્થો  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે નજીકથી ઝડપી પાડ્યો છે. આરોપી દિલીપ પરિહારને NCBએ 22 હજાર જેટલી ટેબલેટ સાથે ઝડપી લીધો ચે. મહત્વનું છે કે અલ્પરાઝોલમ નામના ડ્રગ્સનો તંદ્રાવસ્થામાં રહી અને તણામમાંથી મુક્ત થવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના ઓનલાઇન વેંચવામાં આવતી હતી. ઝડપાયેલી દવાની આંતરરાષ્ટ્રીય કિંમત 75 લાખ જેટલી થાય છે. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું કે, દિલીપ કમિશન મેળવવાના ઈરાદાથી ડ્રગ્સનો વેપાર કરતો હતો. તે મહિને 50 હજાર જેટલી ટેબલેટ વેંચતો હતો. હાલ એનસીબીએ આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં મહત્વની વાત એ પણ સામે આવી કે NCB પકડાયેલા ડ્રગ્સને આગામી સમયમાં  ફરીથી બજારમાં વેચી અને સરકારી ખજાનામાં આવક ઉભી થાય તે માટે નવતર પ્રયાસ કરશે. 


[[{"fid":"187975","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


મહત્વનું છે કે, આરોપી ખાનગી બસમાં દવાના પાર્સલ લઈને જતો હતો. આ દરમિયાન એનસીબીએ તેને ઝડપી પાડ્યો હતો.