Ahmedabad: બુટલેગરોની ઘરમાં દારૂ રાખવાની નવી મોડેસ ઓપરેન્ડી, જોઇને મગજ ચકરાવે ચડી જશે
બુટલેગર (Bootlegger) અમદાવાદ (Ahmedabad) માં દારૂ કેવી રીતે લાવે છે તે પોલીસ માટે અજુગતો સવાલ નથી.
મૌલિક ધામેચા, અમદાવાદ: આમ તો ગુજરાત (Gujarat) ડ્રાય સ્ટેટ (Dry State) તરીકે ઓળખાય છે. પરંતુ દારૂની હેરાફેરી કરનારા શખ્સો પોલીસના હાથે ન ચડે તે માટે અનેક નુસખાઓ અપનાવતા હોય છે. પરંતુ ચોક્કસ હકીકતના આધારે બુટલેગરોને પણ પોલીસ આસાનીથી પકડી પાડે છે. આવા જ બે બુટલેગરોને સોલા (Sola) અને વસ્ત્રાપુર (Vastrapur) પોલીસની હદમાંથી પકડી ઝોન 1 પોલીસે મહત્વની કામગીરી કરી છે. જેમની પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પણ કબજે કરાયો છે.
બુટલેગર (Bootlegger) અમદાવાદ (Ahmedabad) માં દારૂ કેવી રીતે લાવે છે તે પોલીસ માટે અજુગતો સવાલ નથી. પરંતુ પોલીસને આવા બુટલેગરોને કેમ પકડવામાં રસ કેમ નથી હોતો તે સવાલ હમેશા સૌ કોઈને થાય છે. ત્યારે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન અને વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) ની હદમાંથી બે અલગ અલગ બુટલેગરોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. સોલા પોલીસે હરિવિલા બંગ્લોઝ માં રહેતા વિનોદકુમાર વોરા(પટેલ) ને ઝડપી ઘરમાંથી 275 જેટલી દારૂની બોટલો કબજે કરી છે.
મહત્વનું છે કે આ તમામ વિદેશી દારૂ ખુબજ ઉંચી કિંમતે ઘરમાં રહી વિનોદ કુમાર વોરા(પટેલ) વેચતો હતો. મહત્વનું છે કે પોલીસને મળેલી ચોક્કસ બાતમી આધારે વિનોદના ઘરમાં રેડ કરવામાં આવી હતી. જેમાં એક કારમાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જોકે રસોડામાં તપાસ કરતા ફ્રીજની નીચે ભોયરું બનાવ્યું હતું. જેમાં અલગ-અલગ મોંઘીદાટ દારૂની બોટલો સંતાડી રાખી હતી. હાલ સોલા પોલીસે 9 લાખથી વધુનો દારૂ બે મોબાઇલ અને દારૂ ભરવા ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરી છે.
સંસ્કારીનગરીમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ, ફોટા બતાવીને ચેટિંગ પર નક્કી થતા હતા ભાવ
વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) પણ અરવિંદ પટેલ નામના એક બુટલેગર (Bootlegger) ની ધરપકડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડયો છે. વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) ને માહિતી હતી કે બોડકદેવ (Bodakdev) રાજપથ ક્લબ નજીક આવેલા રંગીન પાર્કના મકાન નંબર-23 રહેતા અરવિંદ પટેલ ઘરમાં જ દારૂનો વેપાર કરી રહ્યા છે. ગેરકાયદેસર રીતે દારૂ વેચતા અરવિંદ પટેલની ધરપકડ કરી વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) જુદી જુદી દારૂની 381 બોટલ કબજે કરી રૂપિયા 4.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube