અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) નો રસ્તો ફરી એકવાર લોહીથી ખરડાયો છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન (hit and run) ની ઘટના બની છે, જેમા એક મહિલાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. વહેલી સવારે 5 વાગ્યે ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને ઈસ્કોન બ્રિજ પરથી જતી મહિલાને ટક્કર મારી હતી, જેથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતા મહિલા 20 ફૂટ દૂર ઉછળીને પડી હતી. મહિલાને ટક્કર મારીને વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એક રાહદારી દ્વારા પોલીસને ફોન કરીને હિટ એન્ડ રન વિશે જાણ કરાઈ હતી. પોલીસે (ahmedabad police) ઘટનાસ્થળે આવી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલા કોણ છે તે અંગે પણ પોલીસ તપાસ શરૂ છે.