ઝી મીડિયા/બ્યૂરો :વિદેશ જવા માટે ગમે તે હદે જનારા કિસ્સાઓ આપણે ઘણા સાંભળ્યા છે. પરંતુ હવે લોકો બીજાના જીવ પણ જોખમમાં મૂકવા લાગ્યા છે. કોરોનાકાળમાં વિદેશમાં જવા માંગતા લોકો હવે બીજાના આરોગ્ય સાથે ચેડા કરતા જોવા મળી રહ્યાં છે. બાળકનો કોરોના ટેસ્ટ (corona update) પોઝિટિવ આવ્યો હોવા છતા માતા તેને લઈને એરપોર્ટ (ahmedabad aiport) પહોંચી હતી. આખરે તેમની પોલ ખૂલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના કાંકરિયાના ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીમાં એક પરિવાર રહે છે. જેમાં એક માતા અને સાત વર્ષના દીકરાને લંડન જવાનુ હતું. તેથી 5 સપ્ટેમ્બરના રોજ 7 વર્ષના દીકરાનો આરસીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. તેના બાદ 6 તારીખે બાળકનો બીજીવાર ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો. જેથી બાળકનો જીવ જોખમમાં મૂકીને માતા તેને લઈને 7 તારીખે એરપોર્ટ પહોંચી હતી. પંરતુ તેમની પોલ ખૂલી ગઈ હતી. એએમસી (AMC)ની ટીમે એરપોર્ટ પર બંનેને ટ્રેસ કરી લીધા હતા. આખરે બંનેને હોમ ક્વોરેન્ટાઈન કરવાની ફરજ પડી હતી.


આ પણ વાંચો : વલસાડ : 61 કિલો ગાંજો ગુજરાતમાં વેચાય તે પહેલા જ પોલીસે પકડી લીધો, કારમાં લઈ જવાતો હતો 


અમદાવાદ મ્યુનિસિપલની આરોગ્ય વિભાગની ટીમને બાળકનો રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી 6 તારીખે મળી હતી. જેથી તેઓ આ મામલે સતત વોચમાં હતા. બીજા દિવસે સવારે 10 કલાકે આરોગ્ય વિભાગની ટીમ બાળકના ઘરે પહોંચી તે પહેલા માતા-બાળકને લઈ એરપોર્ટ માટે રવાના થઈ ગયા હતા. જેથી આરોગ્ય વિભાગની ટીમે એરપોર્ટ પર જ બંનેને ઝડપી પાડ્યા હતા. 


બાળકનો રિપોર્ટ કેવી રીતે બદલાયો
બાળકનો પ્રથમ RT-PCR ટેસ્ટ 5 તારીખે બપોરે 4.30 કલાકે થયો હતો જે પોઝિટિવ આવ્યો હતો જ્યારે બીજા દિવસે સવારે 10.15 કલાકે બીજો ટેસ્ટ કરાવ્યો તે નેગેટિવ આવ્યો હતો. 18 કલાકમાં જ રિપોર્ટ બદલાઈ ગયો તે બાબતે યુનિપેથ લેબના ડૉ. નિરજ અરોરાને પુછતા તેમણે જણાવ્યું કે, બાળકના પ્રથમ રિપોર્ટમાં સિટી વેલ્યુ 30 હતી જે લો લેવલ કહેવાય. આવી સ્થિતિમાં જો બીજી વખત રિપોર્ટ કરવામાં આવે તો તેનું પરિણામ બદલાઈ શકે છે.


માતાનું આ પગલુ વિમાનમાંના અન્ય મુસાફરો માટે અતિજોખમી સાબિત થઈ શક્યો હોત. તેઓ એરપોર્ટ પર અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. તેમજ ફ્લાઈટમાં લાંબી મુસાફરી દરમિયાન પણ અનેક મુસાફરોને ચેપ લગાવી શક્યા હોત. ત્યારે વિદેશમાં જવાની લ્હાયમાં લોકો અન્ય મુસાફરોના આરોગ્ય સાથે પણ ચેડા કરે છે.