ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં 03 માર્ચ 2024ના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી કરાઈ હતી. કાંકરિયાની મુલાકાત લેનારાઓ માટે આજે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ સરખેજ વોર્ડના કોર્પોરેટર તેમજ ક્રિએશનલ કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી અને ડૉ. આર કે સાહુ દ્વારા પ્રાણી સંગ્રહાલયને વધુ સુંદર બનાવવા માટે તેમજ મુલાકાતીઓને આકર્ષવા માટે અલગ-અલગ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ઝૂ નામની એપ લોન્ચ કરી
મનપાએ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ના રોજ અમદાવાદ ઝૂ નામની એપ લોન્ચ કરી છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓ પ્રાણી-પક્ષીઓની કોઈ પણ તકલીફ વિના નિહાળી શકે તે માટે “અમદાવાદ ઝૂ” નામની નેવિગેશન એપ લૉન્ચ કરાઈ છે. અમદાવાદ ઝૂ નેવિગેશન એપનું લોન્ચિંગ થયું છે. હવે તમે કહેશો આ એપ આપણને શું કામ લાગશે? તો અમે તમને જણાવી દઈએ કે કાંકરિયા ઝૂમા આવેલા મુલાકાતઓ હવે કોઈ પ્રાણીનું લોકેશન મેળવી શકશે. મનપા દ્વારા તેનું આજના દિવસે વિશેષ આયોજન કર્યું છે. 


પ્રાણીઓ દત્તક આપવાનો નવો અભિગમ 
પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ દત્તક આપવાનો નવો અભિગમ પણ મનપાએ અપનાવ્યો છે. જેમાં ઝૂના પ્રાણીઓને હવેથી ડોનર દત્તક લઇ શકશે. પશુ-પક્ષી અને સર્વિસ રૂપ પ્રાણીઓને દત્તક લેવા માટે મનપાયે વાર્ષિક ખર્ચની અંદાજિત રકમનું ચાર્ટ તૈયાર કરાયું છે. પ્રાણીસંગ્રહાલયમાં શું ગાઈડ દ્વારા ગાઇડેડ ટુર્સ પણ કરાવવામાં આવશે? ગાઈડ દ્વારા પ્રાણી પક્ષીઓના પાંજરાઓ પાસે માહિતી આપવામાં આવશે. ટચ ટેબલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટચ ટેબલ ઉપર વન્ય પ્રાણી પક્ષીઓના આર્ટિકલ નિહાળવામાં અને સ્પર્શ કરવા માટે રાખવામાં આવ્યા છે.


પાંજરાઓ પાસે ઝૂ ગાઈડ મારફતે માહિતી
તેમજ ટચ ટેબલ પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં વન્ય પ્રાણી-પક્ષીઓના આર્ટિકલ્સ મુલાકાતીઓને અને ખાસ કરીને નાના બાળકો સ્પર્શ કરવા દેવામાં આવશે. પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ગાઇડ દ્વારા ગાઇડેડ ટુર્સ પણ કરાવવામાં આવશે.જેના થકી પ્રવાસીઓ દરેક વન્ય પ્રાણી-પક્ષીઓના પાંજરાઓ પાસે ઝૂ ગાઈડ મારફતે માહિતી જાણી શકશે.