• અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા 

  • અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અપાઈ 


અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં 11 પાકિસ્તાની હિન્દુઓને ભારતનું નાગરિકતા પત્ર એનાયત કરાયા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકતા પત્ર એનાયત કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ત્યારે નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી કાર્યવાહી શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા છે. નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું. 


આ પણ વાંચો : તાજમહલ અને અક્ષરધામને લઈને સીઆર પાટીલે આપ્યું મોટું નિવેદન


ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ જ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ 9 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે. 



ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતું હોય. જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 868 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા.