અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોના કાળમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અટવાઈ ગઈ હતી. ગત નવરાત્રિમાં લોકો કોરોનાને કારણે ઘરમાં પૂરાયા હતા. પરંતુ આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માતાના ભક્તો માટે ખાસ નિર્ણય કરાયો છે. શ્રાવણ માસ બાદ હવે નવરાત્રિ નિમિતે AMTS દ્વારા અમદાવાદીઓ માટે ખાસ જાહેરાત કરાઈ છે. નવરાત્રિ (Navratri 2021) દરમ્યાન ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન કરાયું છે. શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો પર AMTS દ્વારા લઈ જવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 ઓક્ટોબરથી એએમટીએસ દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. જેના માટે ઓછો ચાર્જ રાખવામાં આવ્યો છે. પુખ્ત વયના લોકો માટે 60 રૂપિયામાં આ પ્રવાસ કરાવાશે. તો બાળકો માટે માત્ર 30 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. સવારે 8.15 થી સાંજે 4.15 સુધીનો સમય રહેશે.


આ પણ વાંચો : જામનગરથી આવ્યા ભયાવહ દ્રશ્યો, રંગમતી નદીના પાણીમાં સમાયુ ખોડિયાર માતાજીનું મંદિર


કયા કયા મંદિરોના દર્શન કરાવાશે
ભદ્રકાળી મંદિર - લાલ દરવાજા , મહાકાળી મંદિર - દૂધેશ્વર, ચામુંડા મંદિર - અસારવા બ્રિજ નીચે, માત્રભવાની વાવ - અસારવા, પદ્માવતી મંદિર - નરોડા, ખોડિયાર મંદિર - નિકોલ, હરસિદ્ધી માતા મંદિર - રખિયાલ, બહુચરાજી મંદિર - ભૂલાભાઈ પાર્ક, મેલડી માતા મંદિર - બહેરામપુર, વૈષ્ણોદેવી મંદિર - એસજી હાઈવે, ઉમિયા માતા મંદિર - જાસપુર રોડ, આઈમાતા મંદિર - સુઘડ, હિંગળાજ માતા મંદિર - નવરંગપુરા


આ સાથે જ એક ખાસ નિયમ પણ મૂકાયો છે. જેમ કે, જો આ સુવિધા ગ્રૂપમાં લેવી હશે તો ઓછામાં ઓછા 40 પ્રવાસી હોવા જોઈએ. પ્રવાસ માટે જવા એક દિવસ પહેલા જાણ કરવાની રહેશે.