ઝી બ્યુરો/અમદાવાદ: માં અંબાની ભક્તિના સૌથી મોટા પર્વ નવરાત્રીની પુર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 136 મું અંગદાન થયું છે. ખોરજના 17 વર્ષના યુવક પૃથ્વીરાજસિંહ રાઠોડને માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. 10મી ઓક્ટોબરના રોજ થયેલ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં  પૃથ્વીરાજસિંહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત; 9 લોકોનાં મોત, જીપની બ્રેક ફેઈલ થતાં..



17 વર્ષના આ યુવાનની સઘન સારવાર હાથ ધરવામાં આવી. ચાર દિવસની સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા કાઉન્સેલર્સ દ્વારા પૃથ્વીરાજસિંહના પિતા ધર્મેન્દ્રસિંહ રાઠોડને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી. આ પ્રેરણાથી પ્રેરાઈને તેમણે પોતાના વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કરીને અન્યના જીવનમાં આહલેક પ્રસરવાનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે.


પાવગઢમાં હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો, તળેટીથી ડુંગર સુધી માતાજીના જયઘોષ



સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ‌.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષના યુવકના અંગદાને બે લોકોને નવી જિંદગી આપી છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ 137 અંગદાનમાં 437 અંગો મળ્યાં છે. જેના થકી 420 જરુરિયાતમંદોને નવજીવન મળ્યું છે.


તું મારી પૂર્વ પ્રેમિકા સાથે કેમ વાત કરે છે, તારે પૈસા દેવા પડશે,પછી ખેલાયો ખૂની ખેલ